ગૌરક્ષણ સંવર્ધન આપણી પરંપરા બોટાદમના કરિયાણીમાં નીવા ડેરી ફાર્મ ગીર ગૌશાળા ની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ
નિરોગી અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ગાય ગામડું અને ખેતી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ગૌપાલન આત્મ નિર્ભરતા ની પરંપરા મંત્રી બાવળીયા
બોટાદ જિલ્લાના કારિયાણી ખાતે આવેલ નીવા ડેરી ફાર્મ ગીર ગૌશાળાની મુલાકાત જસદણ વિંછીયા ના ધારાસભ્ય અનૅ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લીધી હતી
આ મુલાકાત દરમિયાન ગીર ગાયોના સંવર્ધન, આધુનિક ડેરી વ્યવસ્થાપન, પશુઓની આરોગ્ય સંભાળ તેમજ ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે કરવામાં આવી રહેલા નોંધપાત્ર પ્રયાસોની જાણકારી મેળવી અનૅ મંત્રી કુંવરજીભાઈ એ
દેશી ગીર ગૌવંશનું સંરક્ષણ અને સંવર્ધન માત્ર આપણી પરંપરા જ નહીં, પરંતુ આત્મનિર્ભર કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત ગાય ગામડું અને ખેતી તરફ વળવાનો હવે સમય પાકી ગયો છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે હવે સૌઍ જાગૃત થવું પડશે અને નીરોગી અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આત્મ નિર્ભરતા માટે પ્રાકૃતિક અને ગૌ પાલન ગૌ આધારિત ખેતી અનિવાર્ય છે