error: This Content is protected !!

જસદણ તથા વિંછીયા ના તલાટી કમ મંત્રીઓ આજથી મહેસૂલી કામગીરી થી અળગા રહેશે

પડતર પ્રશ્નોના ઉકેલમાં વિલંબ ના વિરોધમાં વધારાની કામગીરીનો તલાટી મંત્રીઓ દ્વારા રાજ્ય વ્યાપી બહિષ્કાર

 

રાજ્યમાં પંચાયત વિભાગની પાયાની કેડર ગણાતા તલાટી કમ મંત્રીઓ હવે સરકાર સામે આરપારની લડાઈ લડવાના મૂડમાં આવી ગયા છે. ત્યારે જસદણ અને વિંછીયા ના તલાટી કમ મંત્રીઓ મહેસુલી કામગીરી થી અળગા રહેશે ગુજરાત રાજ્ય તલાટી—મંત્રી મહામંડળ દ્વારા એક મહત્વનો અને આકરો નિર્ણય લઈને એવી જાહેરાત કરવામાં આવી છે કે, આજથી રાજ્યના તમામ તલાટી કમ

મંત્રીઓ મહેસૂલ વિભાગની તમામ

કામગીરીઓથી અળગા રહેશે. જેમાં ગામ નમૂના નંબર ૧ થી ૧૮ સહિતની મહેસૂલી કામગીરીઓ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરીઓ સદંતર બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.જેમાં જસદણ તથા વિંછીયા ના તલાટીઓ જોડાશે