જસદણના જીવાપરમાં રૂ. 1.45 કરોડના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું મંત્રી બાવળિયાના હસ્તે લોકાર્પણ
પ્રાથમિક આરોગ્ય મંદિરના નિર્માણથી વૃદ્ધૉ નાના બાળકો મહિલાઓ તથા તમામ વર્ગના લોકો નૅ સ્થાનિક સ્તરે જ પાયાની સારવાર ઉપલબ્ધ થશે
જસદણ તાલુકાના જીવાપર ગામે રૂ.1.45 કરોડના ખર્ચે નવ નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
હા તકે શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના જસદણ-વિંછીયા પંથકમાં પેટા આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના નિર્માણથી ગ્રામજનોને સારવાર "માટે શહેર સુધી જવાની જરૂરિયાત ઘટી - રહી છે. આયુષ્માન આરોગ્ય મંદિરના કારણે નાના બાળકો, મહિલાઓ, વડીલો સહિત તમામ વર્ગના લોકોને નજીકમાં જ સારવાર મળશે અને ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનશે આ પ્રસંગે
જિલ્લા અને તાલુકા પંચાયતન તથા ગ્રામ પંચાયતના સભ્યો, અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.