સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીઘેલા સોમનાથ મહાદેવને ઉજ્જૈના મહાકાલ સ્વરૂપનૉ અનુપમ શણગાર
જસદણ વિંછીયા નજીક આવેલા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક યાત્રાધામ શ્રીઘેલા સોમનાથ મહાદેવ મંદિરે
મહાદેવને ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ દાદાના દિવ્ય સ્વરૂપનો અનુપમ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી હસુભાઈ જોષી દ્વારા શિવલિંગ પર સોમનાથ દાદાને મહાકાલ રૂપે અત્યંત આકર્ષક અને અલૌકિક આંગી કરવામાં આવી હતી. મહાકાલ સ્વરૂપના આ અદભુત શણગારના સોશિયલ મીડિયાના માધ્યમથી તથા સન્મુખ દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય મહાકાલના નારાથી ગુંજી ઉઠ્યું હતું.