error: This Content is protected !!

વિંછીયા ખાતે ૪૪૯ લાખના ખર્ચે નિર્મિત વિજ્ઞાન પ્રવાહની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે લોકાર્પણ

વિદ્યાર્થીઓનું ડોક્ટર, એન્જિનિયર બનવાનું સ્વપ્ન પરિપૂર્ણ થશે 

 શાળામાં ૮ વર્ગખંડો ઉપરાંત ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનની લેબોરેટરી, પુસ્તકાલય તેમજ કોમ્પ્યુટર લેબની સુવિધા

 

 

 શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાઍ 

વિંછીયા ખાતે વિજ્ઞાન પ્રવાહની નવનિર્મિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું આતકૅ મંત્રી ઍ

આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, આજે ખુલ્લી મૂકવામાં આવેલી આ વિજ્ઞાન પ્રવાહની શાળાને કારણે ગ્રામીણ ક્ષેત્રના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનવાના સ્વપ્નને પરિપૂર્ણ કરી શકશે.

 ખાસ કરીને દીકરીઓ ભણી ગણી આગળ વધે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું કે, આજે છેવાડાના વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળાઓ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે, ત્યારે તેમણે ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી હતી.વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણના માધ્યમથી સારી રોજગારી મેળવી શકે તે માટે આઈ.ટી.આઈ.માં આધુનિક ટેકનિકલ શિક્ષણ તેમજ રોજગાર મેળાઓ મદદરૂપ બની રહ્યા હોવાનું શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ એ જણાવ્યું હતું.

અનૅ નવનિર્મિત શાળાનું વિધિવત પૂજન કરી તકતીનું અનાવરણ કર્યું હતું, આ સાથે તેઓએ વિવિધ વર્ગખંડોની મુલાકાત લીધી હતી.

શાળાના આચાર્ય કિશનભાઇ કોટડીયાએ ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષાની ગ્રાન્ટમાંથી રૂ. ૪૪૯ લાખના ખર્ચે નવનિર્મિત વિજ્ઞાન પ્રવાહ શાળાની વિશેષતા જણાવી હતી. શાળામાં ૮ વર્ગખંડો ઉપરાંત ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનની લેબોરેટરી, પુસ્તકાલય તેમજ કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે હેતુથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ શાળાના મેદાનમાં ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મામલતદાર ઉત્તમકુમાર કાનાણીએ વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દીની તકો વિશે વાત કરી હતી. 

કાર્યક્રમમાં વિંછીયા તાલુકા પંચાયત પ્રમુખ જનકબેન રોજાસરા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા