error: This Content is protected !!

જસદણના સોમ પીપળીયા ગામે વિજ પૉલ ઊભા કરવા બાબતે 100 થી વધુ ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન ખેડૂત અગ્રણી મુકેશ રાજપરાની ધરપકડ

જસદણ અને વિંછીયા પંથકમાં વિજપૉલ ઉભા કરવા બાબતે ધૅલા સોમનાથ પાસેના સોમ પીપળીયા ગામ નજીક આવેલ 765 કેવી સબ સ્ટેશનું કામ બંધ કરવા ખેડૂતો પૉતાની કિંમતી જમીન બચાવવા પૂરતું વળતર મેળવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન સાથે મેદાને ઉતર્યા કોઈ અ ધટીત ધટના ન બનૅ તૅમાટૅ જસદણ અને વિંછીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોતાની પર કામગીરી કરી હતી ખેડૂતોના હિત અંગે લડત ચલાવતા ખેડૂત આગેવાન મુકેશ રાજપરાની ધરપકડ કરવામાં આવી હતી ખેડૂતોની એવી માંગ હતી કે જો આ સબ સ્ટેશન ઊભું થસે તો 14 જેટલી વીજ લાઇન ખેડૂતો ખેતરમાં આવશે અને મોટું નુકસાન ભોગવવું પડશે

જો વીજ લાઈન નીકળશે તો ખેડૂતોના ખેતરમાં 80 થી વધારે વીજ થાભલા ઉભા થશે 80થી વધુ ખેડૂતોને પોતાના ખેતરમાં વીજ લાઈન માટે વીજ પોલ ઉભા કરવા અંગે નોટિસ આપવામાં આવી આથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર તેમના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવ્યા છે. ખેડૂતોઍ યોગ્ય વળતર અંગે માંગણી સાથે વિરોધ વિરોધ દર્શાવવો છે