error: This Content is protected !!

જસદણ રહૅતી પરણીતાએ બે વખત છૂટાછેડા બાદ પ્રેમલગ્ન કર્યા માર મારી સાસરિયાએ કાઢી મુકતા પૉલીસ ફરિયાદ

આંગળિયાત પુત્રીને સાથે રાખવા બાબતે સાસરિયા ત્રાસ આપતા રાજકોટમાં રહેતા પતિ, સાસુ-સસરા, દિયર સામે ગુનો નોંધાયો

 

જસદણમાં રહેતા નીલ્પાબેન ઉં.વ. ૩૪ નામના પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રવિ રેસીડેન્સી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતા પતિ દર્શન અશ્વિનભાઈ પંડ્યા, સાસુ ઇલાબેન, સસરા અશ્વિનભાઈ અને દિયર વિવેક પંડયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પ્રથમ લગ્નથી છૂટાછેડા થયા બાદ બીજા લગ્ન વિશાલગીરી ગોસાઈ રહે. અમદાવાદ સાથે થયા હતા. તેના થકી પુત્રી ધનવીની પ્રાપ્તિ થઈ હતી, જે' હાલ આઠ વર્ષની છે અને માતા સાથે રહે છે. ત્યારબાદ વિશાલ સાથે પણ છૂટાછેડા થઈ ગયા હતા. ચારેક વર્ષ પૂર્વે પરિણીતા આટકૉટ ની કે. ડી. પરવાડિયા હોસ્પિટલમાં રિસેપ્શન તરીકે નોકરી કરતી હતી ત્યારે હોસ્પિટલમાં નોકરી કરતા દર્શન અશ્વિનભાઈ પંડયા સાથે સંપર્ક થયો હતો. એકાદ વર્ષ પ્રેમ સંબંધમાં રહ્યા બાદ બંનેએ તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ રાજીખુશીથી કર્યા હતા અને બંને આટકોટ રહેવા લાગ્યા હતા. ત્યારબાદ જસદણ રહેવા આવ્યા હતા.થોડો સમય થતાં દર્શનના માતા ઈલાબેને પરિણીતાને ફોન કરી ટોર્ચર કરવાનું ચાલુ કર્યું હતું, દરમિયાન પરિણીતા અને તેના પતિને હોસ્પિટલમાંથી છુટા કરી દેતા પરિણીતા અમરેલીમાં હોસ્પિટલમાં નોકરીએ જોડાઈ હતી. થોડો સમય બધું વ્યવસ્થિત ચાલ્યા બાદ દર્શન પરિવારની ચડામણીથી અવારનવાર તેને ટોર્ચર કરતો હતો અને દર્શનના પરિવારજનો વારંવાર પરિણીતાની

આંગળિયાત પુત્રી ધનવીને સાથે રાખવા બાબતે ત્રાસ આપતા હોય, અંતે તેને આ ફરિયાદ નોંધાવી હતી.