જસદણમાં રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે ભાદર નદી પર નિર્મિત કાળીયા બ્રિજનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું
શહેરમાં ટાઉનહોલ મંજૂર પ્રવેશદ્વારો પર સીસીટીવી લગાશે વાજસુર પરા અને પોલાર પર રોડને જોડતો હુડકો બ્રિજ ખુલ્લૉ મુકાયો
જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શહેર ની ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નિર્મિત બે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
જૅમા જુના બસ સ્ટેન્ડ પાસે અને પોલારપર રોડ હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારને જોડતા બ્રિજ ખુલ્લા મુકાતા નાગરિકો માટે પરિવહન સરળ બન્યું છે આ તકે લાતીપ્લોટ ખાતે સભા યોજાઈ હતી. જેમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકોને સંબોધતા કહ્યું હતું લોકોને સુવિધા મળી રહે તે માટે વિવિધ વિકાસકાર્યો કરવાની ખાતરી આપી હતી, તેમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે જ્યારે બાકીના ૧૦ ટકા કાર્યો મંજૂરીના તબક્કે છે.
વધુમાં કહ્યું હતું કે, લોકોની સુવિધા માટે જુના બસ સ્ટેન્ડ પાસે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લંબાઈ અને ૧૦.૫ મીટર પહોળાઈના બ્રિજ (કાળીયા)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડતા ભાદર નદી પરના બ્રિજનું રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભાદર નદીમાં ચોમાસામાં પૂર આવે તો પણ લોકોને તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજ બનાવવામાં આવ્યા છે.
આ તકે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી,વી, ભાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ પાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા
પાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ પી. છાયાણી, ઉપપ્રમુખ હિતેશભાઈ બી. થડેશ્વર, કારોબારી ચેરમેન કાજલબેન પી. ઘોડકીયા, મામલતદાર એમ. કે. વરિયા સહિતના મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.