error: This Content is protected !!

સિંહોનાં માનવ ઉપર વધતા જતાં હુમલા પાછળ ૮૦ વધુ રિસોર્ટસ-ભુમાફિયાઓ કારણભુત? જંગલમાં અતિક્રમણ

ગીર ફોરેસ્ટ વિસ્તારમાં સિંહોને વસવા લાયક જમીનમાં કાયદાની એસીતૈસી કરી આલીશાન સિમેન્ટ ક્રોકિટનાં જંગલો ખડકાયા

 

સૌરાષ્ટ્રમાં ગૌરવસમા એશિયાઈ સિંહો માટે હવે ગીરનું જંગલ પણ રહેવાલાયક રહ્યું નથી ગીર ફોરેકટ વિસ્તારમાં ૮૦થી વધુ સિમેન્ટ કોક્રીટના જંગલો ખડકાતા ગીરના વન્ય હિંસક પ્રાણીઓ જંગલ નાનુ અને ઘોંઘાટવાળુ બનતા સિંહ સહિતનાં હિંસક પ્રાણીઓ ગામ શહેરો તરફ જવા મજબુર બન્યા છે. જંગલની માનવીઓએ શાંતિ હણી નાખતા સિંહ જેવા જંગલના રાજા પણ માનવીઓ ઉપર હુમલા કરવા લાગ્યા છે તે દર્શાવે છે કે સિંહોને વસવાલાયક

જમીન ઉપર અતિક્રમણ કરાયું છે. સનાતન સત્ય એછેકે, ગીરનો

વિશાળ જંગલ વિસ્તાર નાનો બન્યો, સિંહો ગામ- શહેરો તરફ જવા મજબૂર બન્યા છે. જંગલની શાંતિ રિસોર્ટ માલિકો અને ભૂમાફિયાઓના ગેરકાયદેસર દબાણો સામે સરકારી તંત્રએ લાચારી ઓઢી લીધી છે. જ સામ્રાજ્ય આજે માનવીનાં વનરાજાનું

છેલ્લા કેટલાક સમયથી માનવ વસાહતો પર સિંહોના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જે કોઈ આકસ્મિક બાબત નથી. નિષ્ણાતોના મતે, આ હુમલાઓ પાછળ સીધું સરકારી તંત્ર અને માનવીય દખલગીરી જવાબદાર છે. આ સતત વધતા તણાવને કારણે શાંત પ્રકૃતિના સિંહો હવે અત્યંત ચીડિયા અને હિંસક બનીને હુમલા કરી રહ્યા છે . સિમેન્ટ ફેક્ટરીઓ, રિસોર્ટ્સના ઘોંઘાટના કારણે હરણ, નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓ

વેરવિખેર થઈ ગયા છે. જંગલમાં પૂરતો ખોરાક ન મળતા સિંહો ભૂખ સંતોષવા માટે પાલતુ પશુઓ

અને માનવીઓ તરફ નજર દોડાવે છે. દબાણને લીધે જંગલમાં સિંહોના પરંપરાગત રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિહરવા માટે જગ્યા ન બચતા તેઓ મજબૂરીવશ માનવ વસાહત અને ખેતરોમાં ઘૂસી જાય છે, જ્યાં અચાનક માણસ સામે આવી જતાં સ્વબચાવમાં હુમલા થાય છે. સિંહોની કુદરતી જીવનશૈલીમાં વ્યાપારી હેતુઓ માટે કરાયેલી છેડતી જ આ લોહિયાળ સંઘર્ષનું મૂળ છે. જો હજુ પણ આ મુદ્દે સરકાર ગંભીર વિચાર કરી યોગ્ય પગલા નહીં ભરે તો સિંહોના હુમલામાં હજુ વધારો થશે.