error: This Content is protected !!

જસદણ માં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટના બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આવતીકાલે શ્રી ગેલ માતા મંદિરે મેડિકલ સાધન સેવા તથા રક્તદાન કેમ્પન યૉજાછૅ

આ સંસ્થા ગાયોને ચારો પક્ષીઓને ચણ કેડિયારૂ પૂરવું ચકલી બચાવો અભિયાન મિયાવાકી જંગલ નિર્માણ પુસ્તકાલય રક્તદાન કેમ્પ મેડિકલ સાધન સામગ્રી વૃક્ષા રોપણ પાણીના પરબ જેવી સેવાકીય પ્રવૃતિઓ કરે છે

 

જસદણ ની સેવાભવિ સંસ્થા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓના બારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ 2026 ' નું ભવ્ય આયોજન કરેલ છે. આ શુભ દિવસે અવતાર ટ્રસ્ટ દ્વારા એક નવી સેવા - જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ સાધન સેવાનો શુભારંભપણ કરવા જઇ રહ્યા છીએ તો, આ સમાજસેવારૂપી જયોત અવિરત ઝળહળતી રહે તે માટે પરિવાર સાથે મહાદાન એવું રકતદાન કરવા તથા કાર્યક્રમમાં સહભાગી થવા અમારૂ જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે અવતાર ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓ ઉપર એક નજર કરીએ તો ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપવો. પક્ષીઓને ચણ નાખવી ચકલી બચાવો' અભિયાન ચલાવવું. ડુંગરાળ વિસ્તારોમાં કીડિયારૂ પૂરવું અવતાર ઉપવન (મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ મુજબ) નું નિર્માણ કરવું. જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાની કીટ આપવી. રક્તદાન કેમ્પનું આયોજન કરવું. વિચારોનું વાવેતર' પુસ્તકાલય ચલાવવું. મેડિકલ સાધનોની સેવા આપવી. પર્યાવરણીય જનજાગૃતિના કાર્યક્રમો કરવા વગેરે જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છીયૅ મેડિકલ સાધન સેવા તથા રક્તદાન કેમ્પ તારીખ 04/01/2026, રવિવાર

સમય :- 8.00 થી 2.00 સુધી (સવારના) સ્થળ :- શ્રી ગેલ માતાજીનું મંદિર (છાયાણી પરિવારની વાડી), ચીતલીયા રોડ,જસદણ. રક્તદાન કરનાર દરેક દાતાશ્રીને અમારી સંસ્થા તરફથી સ્મૃતિભેટ આપીને સન્માનિત કરવામાં આવશે.

આવો, સાથે મળી રક્તદાન કરીએ, માનવ જિંદગી બચાવીએ તેવા ભાવતી સર્વ રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે