જસદણનાં સ્વામિ નારાયણ મંદિર ખાતે ગુરુકુલના સ્થાપક શાસ્ત્રી ધર્મજીવન દાસજી ની 125મી જન્મજયંતિની ઉજવણીનૉ આઠ દિવસીય પ્રારંભ
125 મહાનુભાવોને ધાર્મિક ગ્રંથ 125 વાનગી નૉ અન્નકૂટ સેવકિય સંકલ્પ શોભાયાત્રા ધૂન ભજન કીર્તન આધ્યાત્મિક ધાર્મિક જૅવા વિવિધ કાર્યક્રમો યોજાશે
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ
સંસ્થાનના સંસ્થાપક શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીની જન્મજયંતિ નિમિત્તે જસદણ કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિર ખાતે શાસ્ત્રીજીની 125મી જન્મ જયંતી નિમિત્તે એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ગુરુકુલ સંસ્થાન સંચાલિત સુધી ધાર્મિક આધ્યાત્મિક અને સામાજિક સેવાના કાર્યો સાથે આ પાવન પ્રસંગની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના આદર્શો, સંસ્કારો અને સેવાભાવને સમાજના પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવાના મુખ્ય હેતુ સાથે યોજાનારા આ મહોત્સવમાં 125 ની સંખ્યાના વિશેષ સંકલ્પ સાથે અનોખા ધાર્મિક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે.125 વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઘનશ્યામ મહારાજને ધરાવાશે
125 મહાનુભાવને સદગુણી સંત ગ્રંથ ભેટ આપી સન્માનિત કરાશે
જસદણ મંદિરના સંચાલક ધર્મનંદન સ્વામી દ્વારા સર્વે હરિભક્તો, શુભેચ્છકો અને ધર્મપ્રેમી જનતાને આ આઠ દિવસીય પવિત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહી દર્શન, સત્સંગ, કથા-વાર્તા અને રથયાત્રાનો દિવ્ય લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે