error: This Content is protected !!

જસદણમાં કાલૅ અષાઢી બીજે ભગવાન જગન્નાથજી રથમાં બેસી નગરચર્યાએ નીકળશે હરે કૃષ્ણ મંદિર દ્વારા આયોજન

બપોરે ચાર વાગ્યેથી થશે રથયાત્રાનો મંગલારંભ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી સાંજે શ્યામ કુંજ હોલ ખાતે થશે સમાપન

 

 જસદણનાં હરેકૃષ્ણ મંદિર ઇસ્કોન મંદિર રાધા વૃંદાવનચંદ્ર ધામ દ્વારા ભગવાન જગન્નાથ, માતા સુભદ્રા અને ભગવાન બલદેવજીની એક વિશેષ અને ભવ્ય રથયાત્રા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આપી આશીર્વાદ આપવા માટે મંદિરની

બહાર પધારશે. આ રથયાત્રા ગર્જના કરતા કીર્તન, હરિનામ સંકીર્તન અને ભક્તિમય નૃત્ય વચ્ચે જસદણના મુખ્ય રાજમાર્ગો પર ફરશે, જેમાં દેશ-વિદેશથી પધારેલા હજારો ભક્તો દ્વારા પ્રભુના રથને ખેંચવાનો દિવ્ય લહાવો લેવામાં આવશે.

આ ભવ્ય રથયાત્રા આવતીકાલે 16 જુલાઈને ગુરૂવારના રોજ સંવત 2082 ની અષાઢ સુદ

બીજના પવિત્ર દિવસે સાંજે 4 વાગ્યે પ્રારંભ થશે. રથયાત્રા

હરેકૃષ્ણ મંદિરથી પ્રસ્થાન થઈને ગંગાભુવન, પંચમુખી હનુમાન, નવા બસ સ્ટેન્ડ, કૈલાશનગર, મોતીચોક, બજરંગનગર અને સરદાર ચોક થઈને શ્યામકુંજ હોલ ખાતે પહોંચી પૂર્ણ થશે. રથયાત્રા સંપન્ન થયા બાદ સાંજે 8 વાગ્યાથી તમામ ભક્તો માટે મહાપ્રસાદ એટલે કે ભંડારાનું આયોજન ચિતલીયા રોડ પર આવેલા શ્યામકુંજ હોલ ખાતે

કરવામાં આવ્યું છે. વામન પુરાણમાં કહ્યા મુજબ

રથ પર આરૂઢ થયેલા ભગવાન જગન્નાથજીના એકવાર પણ દર્શન કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. આ દિવ્ય અવસર પર જસદણના સ્ટેટ દરબાર સત્યજીતકુમાર ખાચર વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. હરેકૃષ્ણ મંદિરના વ્યવસ્થાપક ઘનશ્યામ દાસ દ્વારા જસદણ તેમજ આજુબાજુના વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય મહોત્સવનો લહાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.