જસદણના હોમગાર્ડ જવાને રોકડ-દસ્તાવેજો સાથેનું પાકીટ મૂળ માલિકને સોંપી પ્રમાણિકતા હજુ જીવંત હોવાનો સાક્ષાત્કાર કરાવ્યો
જસદણમા પ્રમાણિકતા હજુ જીવંત હોવાનો સાક્ષાત્કાર શહેરના એક હોમગાર્ડ જવાને કરાવ્યો છે શહેરમાં માનવતા અને પ્રામાણિક્તા દર્શાવતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો હતો. ચોટીલા રોડ પર આવેલા જીલેશ્વર પાર્ક ગાર્ડનમાંથી મળેલું એક કિંમતી પાકીટ તેના અસલી માલિક સુધી પહોંચાડીને હોમગાર્ડના જવાને સાબિત કરી આપ્યું હતું કે આજે પણ સમાજમાં ઈમાનદારીની મહેક અકબંધ છે જસદણ હોમગાર્ડ યુનિટમાં એ.એસ.એલ. સભ્ય તરીકે સેવા આપતા હર્ષદભાઈ એમ. ધાધલ જીલેશ્વર પાર્ક ગાર્ડનમાં હતા, ત્યારે તેઓને ત્યાંથી એક પાકીટ મળી આવ્યું હતું. તેમણે પાકીટમાં રહેલા ડોક્યુમેન્ટ્સના આધારે તપાસ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તેઓ પાકીટ ગુમાવનાર વ્યક્તિનો સંપર્ક કરવામાં સફળ રહ્યા હતા. હર્ષદભાઈએ પાકીટના અસલી માલિકને રૂબરૂ બોલાવી, પૂરી ખાતરી કરીને તમામ રોકડ અને દસ્તાવેજો સુરક્ષિત રીતે પરત સોંપ્યા હતા અનૅ માનવતા હજુ મરી પરવાની નથી પ્રમાણિકતા હજુ જીવંત હોવાનો પુરાવો આપ્યો છે .