error: This Content is protected !!

વિંછીયામાં 3.91 કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયના નવા ભવનનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ

ગ્રંથાલયથી સ્પર્ધાત્મક પરીક્ષાાર્થીઓ અને વાચનપ્રેમી લોકોને ફાયદો થશે ૧૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આધુનિક અને સુવિધાસભર લાઇબ્રેરી બનશે

 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે વિંછીયા ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયના નવા ગ્રંથાલય ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ. ૩.૯૧ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ નવા ગ્રંથાલયથી વિદ્યાથીઓ, યુવાનો તેમજ વાચનપ્રેમી લોકોને વાચન માટે નવી સુવિધા ઉપલબ્ધ થશે. 

આ તકે લોકોને સંબોધતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, તાલુકા કક્ષાની આ અદ્યતન લાઇબ્રેરી યુવાનો માટે એક શ્રેષ્ઠ ભેટ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પુસ્તકોની સુવિધા તો વાચનપ્રેમી લોકોને અહીંથી જ્ઞાનનું ભાથું મળી રહેશ કુલ ૧૫૦ વાચકો ગ્રંથાલયમાં બેસી શકે તે રીતે બે માળનું ભવન નિર્માણ કરવામાં આવશે. આ લાઈબ્રેરી સવારે ૮.૦૦થી રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ તેનો મહત્તમ લાભ લઈ શકશે.

નવા ગ્રંથાલયમાં ઉપલબ્ધ થનારી સુવિધાઓ અંગે તેમણે કહ્યું હતું કે, નવા ગ્રંથાલય ભવનમાં બહેનો માટે, સિનિયર સિટીઝનો માટે, બાળકો માટે અલગ- અલગ વિભાગ બનાવવામાં આવશે. અહીં ડિજિટલ લાયબ્રેરી વિભાગ, દૈનિકપત્રો- સામાયિકોના વાંચન અર્થેની સુવિધા, કોન્ફરન્સ રૂમ, પુસ્તક આપ-લે વિભાગ, ગ્રંથ ભંડાર તથા વાચકો માટે અલગથી બેઠક વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. ઈ-લાયબ્રેરીની સુવિધા થકી ઈ-બુક્સનું વાંચન વાચકો કરી શકશે. કુલ ૧૫ હજાર જેટલાં વિવિધ વિષયના પુસ્તકો, ૧૨ જેટલાં સમાચારપત્રો તથા ૨૦ જેટલાં સામાયિકો ગ્રંથાલયમાં વાચન માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે.