આટકોટમાં કાલૅ મહાસતી લોયણ માતાજીના મંદિરૅ અષાઢી બીજની ભવ્ય ઊજવણી થશે
સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી માં સતી લોયણ માતાનું મંદિર આખા વિશ્વમાં એકમાત્ર આટકોટ માં આવેલ છે
મહાસતી લોયણ માતાજી બોરદેવી નો અવતાર કહેવાય છે આટકોટના રાજા લાખા ફુલાણીને અધર્મના માર્ગેથી ધર્મના માર્ગે લાવ્યા હતા
જસદણના આટકોટમાં આવેલ વિખ્યાત મહાસતી લોયણ માતાજીના સ્થાનકએ આવતી કાલૅ તા.૧૬ ને ગુરૂવારના રોજ અષાઢી બીજની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે કૉટૅ મૉર ટહૂકીયા વાદળ ચમકી વીજ રૂદયૅ રાણૉ સાંભરે આવી અસાઢી બીજ મા સતી લોયણ માતાજી બોરદેવી નો અવતાર કહેવાય છે અને આટકોટના પરાક્રમી રાજા લાખા ફુલાણી ને અધર્મના માર્ગેથી ધર્મના માર્ગે લાવ્યા હતા સમસ્ત લુહાર સુથાર સમાજના કુળદેવી માં સતી લોયણ માતાજીનું મંદિર આખા વિશ્વમાં માત્ર ગુજરાતના રાજકૉટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં આવેલું છે આ અંગે શ્રી મહાસતી લોયણ દેવ સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
અષાઢી બીજના દિવસે હેમાન્દ્રી, યજ્ઞ પ્રારંભ, બિડાહોમ, ધ્વજારોહણ, ગૃહશાંતિ, પ્રસાદ, માતાજીની શોભાયાત્રા, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના લુહાર સુથાર જ્ઞાતિના હજારો ભાવિકો ઉમટી પડી શ્રી મહાસતી લોયણ માતાજીના આશીર્વાદ લેશે જસદણના જયંત એનજી ઇન્ડસ્ટ્રીઝ ઑપનર થ્રૅસર ના ઉદ્યોગપતિ પુર્વ નગરપતિ અને સતિ લૉયણ ટ્રસ્ટના પ્રમુખ જેન્તીભાઈ પોપટભાઈ રાઠોડ (જેપી,રાઠૉડ) ઍ જણાવ્યુંહતુ કૅ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ ની ઊજવણી ધામધૂમથી થવાની હોય એટલે સમગ્ર ગુજરાતભરના લુહાર સુથાર સમાજના ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે પ્રમુખ જે,પી, રાઠોડ ની આગેવાનીમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે