પાળીયાદ-સતાધાર નાઈટ રૂટની એસ.ટી.બસનો પ્રારંભ થતાં જસદણ વિછીયા સાણથલી આટકોટ પંથકનૅ બસ સેવાનો લાભ મળશે
જસદણ એસ.ટી તંત્ર દ્વારા પાળીયાદ -સતાધાર નાઈટ રૂટ શરૂ જસદણ વિંછીયા સાણથલી આટકોટ પંથકનૅ બસ સુવિધા નો સારો એવો લાભ મળશે પાળીયાદ વિહળધામ ના વર્તમાન મંહત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા દ્વારા તિલકવિધિ કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ ની ઉપસ્થિતિ માં રૂટ ને પ્રસ્થાન કરવામાં આવેલ આ પ્રસંગે જસદણ ડેપો મેનેજર ભાવનાબેન
ગોસ્વામી, કર્મચારી મંડળ ના હોદેદાર દિલીપભાઈ ગીડા ટ્રાફિક કંટ્રોલર ડી. ઢોલરીયા, ભીમભાઈ વાસાણી, ડ્રાઈવર જયરાજભાઈ જેબલીયા, કંડક્ટર યાજ્ઞિકભાઈ દવે વગેરે હાજર રહેલ. સૌરાષ્ટ્ર ની ધીંગી ધરા ના બે પવિત્ર યાત્રાધામ ને જોડતી આ બસ પાળીયાદ થી ૧૪.૧૫ કલાકે વિંછીયા થી ૧૪.૪૫ કલાકે જસદણ થી ૧૫.૩૦ કલાકે આટકોટ થી ૧૫.૪૦ કલાકે સાણથલી થી
૧૬.૪૫ કલાકે સતાધાર જવા માટે ઉપલબ્ધ રહેશે સતાધાર રાત્રી મુકામ કરી સવારે પાળીયાદ જવા ૫.૩૦ કલાકે પ્રસ્થાન કરશે પાળીયાદ, વિંછીયા તેમજ જસદણ પંથક ને સીધી સતાધાર ની બસ સુવિધા પ્રાપ્ત થતા મુસાફર જનતામાં આનંદ ની લાગણી વ્યાપ્ત થયેલ છે સદર બસ સુવિધા નો મહત્તમ લાભલેવા ડેપો મેનેજર શ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.