error: This Content is protected !!

૧૮ જુન બાદ મુંબઈથી ચોમાસુ રફતાર પકડશે ગુજરાતમાં ૨૩થી૨૬ જુનમાં એન્ટ્ર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી તા.૧૬ જૂન સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આંધી-વંટોળ ફુંકાઈ શકે

 

કેરળ કાઠેથી દેશમાં ચોમાસાના પ્રવેશ સાથે જ ગુજરાતમાં ઉનાળાની અંતિમ પડીઓ, સુણાઈ રહી છે. બન્ને પયોમાસ ગુજરાતને ચોમાસા માટે હજુ પણ વધુ રાહ જોવી પડી શકે છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમન અને તેની ગતિવિધિને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ચોમાસામાં એક પછી એક નીચલા લેવલના પશ્ચિમી વિક્ષોભઆવી રહ્યા છે, જેના કારણે ચોમાસું નબળું પડી રહ્યું છે. આગામી ૧૮ જુન બાદ મુંબઈથી ચોમાસું રફતાર પકડે તેવી શકયતા છે, જે બાદ ગતિ પકડશે અને ગુજરાત તરફ આગળ વધશે. આમ છતાં ૧૬ જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મૃગશિર્ષ નક્ષત્રનો વરસાદ પડી શકે છે. આ દરમિયાન આંધી-વંટોળનું પ્રમાણ ખૂબ જ વધારે રહેશે. કાચા મકાનના છાપરા ઉડી જાય, વૃક્ષો અને થાંભલા ધરાશાયી થઈ જાય તેવો ભારે પવન ફુંકાઈ શકે છે.

ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ગુજરાતમાં ૨૩થીર ૬ જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે. જે બાદ ૨૮ જૂનથી ૭ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને નવસારી જેવા ભાગોમાં ભારે વરસાદ

પડશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સિવાય રાજયના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે.વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઈન્ડિયન ઓશન ડાઈપોલ પોઝીટીવ રહેતા કેટલાક ભાગોમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે અલનીનોની અસરના કારણે વરસાદમાં ઘટ જોવા મળી શકે છે. ગુજરાતના ભાગોમાં ૮૦થી૯૦ ટકા સુધી વરસાદ રહેશે, જયારે દરિયા કિનારાના ભાગોમાં ૯૨ ટકાની આસપાસ વરસાદ રહી શકે છે.