error: This Content is protected !!

જસદણમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

જસદણમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર જસદણમાં પશુ દવાખાના પાસે ની રહેતી મંદિનાબેન જસરૂદ્દીનભાઈ શેખ નામની ૩૫ વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના ને બે વાગ્યાના અરસામાં ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.