error: This Content is protected !!

વિંછીયાના કંધેવાળીયા ગામૅ માતા-પિતા સાથે ન લઇ જતાં યુવતિએ ફાંસો ખાધો રાજકોટ સિવિલમાં ખસેડાઇ

વિંછીયા તાલુકાના કંધેવાળીયા ગામે રહેતી ૨૪ વર્ષની યુવતિએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.જાણવા મળ્યા મુજબ કંધૅવાળીયા ગામે રહેતી ૨૪ વર્ષની યુવતિએ ગત બપોરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારના સદસ્ય જોઈ જતાં દેકારો મચાવતાં બીજા લોકો ભેગા થઈ ગયા હતાં. તેણીને નીચે ઉતારી સારવાર માટે વિંછીયા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી. યુવતિ ચાર બહેન અને એક ભાઈમાં ત્રીજી છે. તેના સગાના કહેવા મુજબ એક બહેન રાજકોટ ભણતી હોઈ માતા-પિતા તેને મળવા માટે રાજકોટ જતાં હોઈ આ યુવતિએ પોતાને પણ સાથે આવવું છે તેમ કહ્યું હતું. પણ માતા-પિતા સાથે ન લઈ જતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યું હતું. પોલીસે નિવદેન નોંધવા તજવીજ કરી હતી.