કાલૅ વિશ્વ યોગ દિવસ જસદણ સ્પોટર્સ કલબ ખાતે યોગા શિબિર યોગથી ભાગે રોગ કાર્યનો લાભ લેવા વિજય રાઠોડ નો અનુરોધ
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું છે કે કમળાપુર રોડ જીલેશ્વર પાર્ક પાસે આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તા,21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગા અભ્યાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સ્વસ્થ જીવનની ચાવી યોગ આપણા શરીર, મન અને આત્માને સંતુલિત રાખવાનું એક શ્રેષ્ઠ સાધન છે. નિયમિત યોગ કરવાથી શારીરિક તંદુરસ્તી વધે છે, માનસિક તણાવ દૂર થાય છે, એકાગ્રતા વધે છે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ, સુખી અને સંતુલિત જીવન જીવવાની એક પ્રાચીન ભારતીય જીવનશૈલી છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગ શિબિરમાં જસદણ શહેરના તમામ કાર્યકરો, આગેવાનો, યુવા મિત્રો, બહેનો તથા નાગરિક ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૅવા અનુરોધ કરેલ છૅ તા. 21/06/2026 (વિશ્વ યોગ દિવસ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, કમળાપુર રોડ જસદણ સમય સવારે 7:00 વાગ્યે આવો, યોગને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવી સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણમાં સહભાગી બનીએ. એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગસૌને સહપરિવાર ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ
વિજયભાઈ રાઠોડ ઍ અનુરોધ કરેલ છે