જસદણ માર્કેટિંગ યાર્ડ તારીખ 25 ને ગુરૂવારના રોજ ભીમ અગિયારસ પર્વ નિમિત્તે તમામ કામકાજ બંધ રાખશે
તારીખ 26 અને 27 કમિશન એજન્ટ એસોસિએશન ખરીદ વેચાણ બંધ રાખશે તારીખ 29 થી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે
જસદણ માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સબંધકર્તા સર્વેને જણાવ્યું છે,કે, તા:૨૫/૦૬/૨૦૨૬ ને ગુરુવાર ના રોજ ‘’ભીમ અગિયારસ’’ ના પર્વ નિમિત્તે માર્કેટ યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે. જેની સર્વે લાગતા વળતા ઑઍ નોંધ લેવી તથા ‘જસદણ કમિશન એજન્ટ એસોસીએશન’ ની યાદીમાં જણાવાયું છે કે તા:૨૬/૦૬/૨૦૨૬ ને શુક્રવાર થી તા:૨૭/૦૬/૨૦૨૬ ને શનિવાર સુધી એમ બે દિવસ ખરીદ-વેંચાણ નું કામ કાજ બંધ રહેશે.જેની ખાસ નોંધ લેવી. નોંધ:તા:૨૯/૦૬/૨૦૨૬ ને સોમવાર ના રોજ થી ખરીદ-વેચાણ હરરાજી નું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.