જસદણના ગઢડીયામાં વૃધ્ધના મોત અંગૅ પરિવારના હત્યાના આરોપ બાદ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં કુદરતી મોત નીપજ્યાનું ખુલ્યુ
જસદણના ગઢડીયા ગામે એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનુ બેભાન હાલતમાં મોત નીપજ્યુ હતું. પરિવાર દ્વારા હત્યાનો આક્ષેપ કર્યા બાદ ફોરેન્સિ પીએમમાં વૃધ્ધનુ કુદરતી રીતે મોપ નીપજ્યુ હોવાનુ સામે આવ્યુ હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ગઢડીયા ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા માવજીભાઈ ગાડુભાઈ કાગડીયા નામના ૭૨ વર્ષના વૃધ્ધ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત નીપજ્યુ હતું. તે દરમ્યાન બીજા દિવસે પુત્ર ઘરે આવતા પિતા મૃત હાલતમાં પડયા હતા. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પરિવાર દ્વારા હત્યાનો
આક્ષેપ કરવામાં આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો હતો. જયા પીએમ રીપોર્ટમાં વૃધ્ધનુ
કુદરતી રીતે મોત નીપજ્યુ હોવાનુ ખુલ્યુ હતું. આ બનાવ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.