વીંછીયાની અમરાપુર શ્રી આદર્શ માધ્યમિક શાળા તથા સીમ શાળામાં વૃક્ષારોપણ સાથે કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
શાળાના આચાર્ય ભાવનાબેન બાવળીયાએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા
વિંછીયાની અમરાપુર શ્રી આદર્શ માધ્યમિક શાળા તથા સીમ પ્રાથમિક શાળા અમરાપુર ના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ 2026 કાર્યક્રમ નું આયોજન થયું જેમાં માધ્યમિક વિભાગમાં અને પ્રાથમિક વિભાગ માં ધો.9 અને બાલવાટીકા કામ અભ્યાસ માટે જોડાયેલ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કીટ આપી અને પ્રોત્સાહન આપવા માં આવ્યું. આ પ્રસંગે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સરકાર ના પ્રતિનિધિ તરીકે પ્રો. પ્રવીણભાઈ ગોહિલ આઈ. ટી. આઈ. વિંછીયા અને સી આર સી કો ઓર્ડીનેટર શ્રી જસમતભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા. ખાસ શાળાના આચાર્યા ભાવનાબેન બાવળીયા અને સીમ શાળા અમરાપુર ના આચાર્ય વલ્લભભાઈ રાજપરા અને શાળા સ્ટાફ મારફત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અમરાપુર શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ના મુખ્ય સેવક
વસંતભાઈ બાવળીયા ની યાદીમાં જણાવે છે