error: This Content is protected !!

જસદણના વીરનગર વ્યસન મુક્તિ કેન્દ્ર ઍ ૭૬૯ બંધાણીઑને નશામુક્ત કરી નવજીવન આપ્યું સૌથી વધુ દારૂના વ્યસનિયો નશા મુક્ત થયા

માત્ર દવાઓ જ નહીં પણ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ મારફતે નશાના નરકમાંથી બહાર કાઢી નવી જિંદગી બક્ષી નશાની લાલસા દૂર કરવામાં સફળતા

 

આધુનિક સમયમાં યુવાધન માટે સૌથી દૂષણ છે. નશો એ માત્ર એક વ્યક્તિનું જ પરિવાર અને સમાજનું પતન નોતરે છે. આજ રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ

 

 

 રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર સ્થિત શિવાનંદ મિશન હોસ્પિટલ સંચાલિત 'વિરનગર વ્યસનમુક્તિ કેન્દ્ર નશાના બંધાણીઓ માટે આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું છે કોઈપણ વ્યસની જ્યારે નશાની ચુંગાલમાંથી મુક્ત થાય છે, ત્યારે માત્ર તે જ નહીં પણ જીવન જીવે છે. વરનગર વ્યસનમુક્તિ કેન્દ્રના છેલ્લા ચાર વર્ષના આંકડા આ સંસ્થાની સક્રિયતા અને સફળતાની સાક્ષી પૂરે છે. છેલ્લા ચાર વર્ષમાં કુલ ૭૯૯ વ્યસનીઓને આ કેન્દ્રમાં ઇન-ડોર પેશન્ટ તરીકે દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી છે. વર્ષવાર સફળતાનો આંક જોઈએ તો ૨૦૨૨-૨૩માં ૨૦૧ લોકો, ૨૦૨૩-૨૪માં ૨૦૫ લોકો, ૨૦૨૪-૨૫માં ૧૮૮ લોકો અને ૨૦૨૫-૨૬માં ૧૭૫ લોકોને નશા મુક્ત કરવામાં આવ્યા છે. વ્યસનમુક્તિ કેંદ્રમાં નશાના બંધાણીઓને સાચવવામાં આવે છે. સૌથી વધુ અસર આલ્કોહોલ (દારૂ)ના બંધાણીઓ આવે છે. અહીંના સંચાલકો કહે છે કે, યોગ્ય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સારવાર મળે તો કોઈ પણ વ્યક્તિ નશાના અંધકારમાંથી બહાર આવીને સમાજના મુખ્ય પ્રવાહમાં સન્માનજનક જીવન જીવી શકે છે. નશામાંથી મુક્તિ મેળવવી એ માત્ર શારીરિક

પ્રક્રિયા નથી, પરંતુ તે એક માનસિક યુદ્ધ છે. વિરનગર વ્યસનમુક્તિ કેન્દ્ર અહીં દાખલ થનારા યુવાનો અને વયસ્કોને માત્ર દવાઓ જ નથી આપતું, પરંતુ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ દ્વારા તેમના મનમાંથી નશાની લાલસા દૂર કરવાનું કામ કરે છે. પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેથી દર્દી જ્યારે ઘરે પાછો ફરે ત્યારે તેને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણ મળી રહે છે