error: This Content is protected !!

જસદણમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો ભરવાડ અને રબારી સમાજ દ્વારા રામધુન બોલાવી રેલીના સ્વરૂપે પ્રાંત કચેરીએ આવેદન પાઠવ્યું

ધર્મગુરુનો આદેશ જેમાં 33 કરોડ દેવતાઓનો વાસછે તૅ ગૌ માતા રસ્તે રજળે તે ન પરવડે ગૌચર ખુલ્લા કરાવો ની માંગ સાથે માલધારીઓ મેદાને 

 

ગુજરાતના ભરવાડ અને રબારી સમાજના ધર્મ ગુરુ દ્વારા ભરવાડ અને રબારી સમાજને ગુજરાત ભરમાં આહવાન કરવામાં આવ્યું હતું કૅ ગાય માતા ઍ આપણી માતા છે તેમાં 33 કરોડ દેવતાનો વાસ છે તેમજ ભરવાડ રબારી સમાજ ની આજીવન કા ગાય માતા નું દૂધ વેચીને ચાલતી હોય છે ત્યારે આપણા હિન્દુ સમાજમાં પૂજાતી ગાય માતા કતલખાનામાં કપાતી હોય તો તે શરમજનક છે માતા ગૌરીને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી ભરવાડ અને રબારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી ગુજરાત સરકાર અને ભારત સરકાર ને રજૂઆત કરી છે જસદણના જુના માર્કેટિંગ યાર્ડ પાસેથી ભરવાડ અને રબારી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા શાંતિ સ્વરૂપે અને રામ ધુન સાથે જસદણ પ્રાંત કચેરી ખાતે થી બહોળી સંખ્યામાં સૂત્રોચાર કરતા કરતા ગાય માતાને રાષ્ટ્રીય માતા નો દરજ્જો આપો માંગ સાથે જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ને રજૂઆત કરી હતી સાથૅ સરકાર દ્વારા નોંધ લેવામાં નહીં આવે અનૅ ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે તો પછી ગુજરાત ભરના ભરવાડ અને રબારી સમાજના લોકો ધર્મગુરુ જૅ આહવાન કરશે તેમનું પાલન કરશે