error: This Content is protected !!

જસદણમા દિલ સૅ ફાઉન્ડેશન દ્વારા બળબળતા ઉનાળામાં 250 લિટર મસાલા છાશનુ વિતરણ કોર્પોરેટર અસ્માબૅન પરમારૅ સેવા આપી

મેઇન બજારમાં મોટા રામજી મંદિર પાસે શ્રમિકો રાહદારીઓ વાહન ચાલકોને ઠંડી છાશ સાથે કાળજૅ ટાઢક વળી હતી

 

જસદણમાં હાલમાં પડી રહેલા આકરા તાપમાન બળબળતા ઉનાળા વચ્ચે માનવતાની મહેક ફેલાવતું એક સુંદર સેવાકીય કાર્ય જોવા મળ્યું જૅમા દિલ સે ફાઉન્ડેશન દ્વારા જસદણના મેન બજારમાં આવેલ રામજી મંદિર પાસે રાહદારીઓ, શ્રમિકો અને વાહન ચાલકો માટે નિશુલ્ક મસાલા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં વોર્ડ નંબર ચાર આ જ વિસ્તારના મહિલા કોર્પોરેટર અસ્માબેન પરમાર પણ જોડાય અનૅ સેવા આપી હતી ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા ભારે ગરમીમાં લોકોને પ્રેમપૂર્વક ઠંડી છાશ પીવડાવી કાળજે ઠંડક પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

આ સેવાભાવી કાર્યને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યું હતું.“સેવા એ જ સાધના” ના સંદેશ સાથે દિલ સે ફાઉન્ડેશન દ્વારા સમાજમાં પ્રેમ, સહકાર અને ઠંડક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ આયોજન દરમિયાન આશરે 250 લીટર જેટલી મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિલ સે ફાઉન્ડેશનના આ માનવતાભર્યા કાર્યને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે.