error: This Content is protected !!

શ્રીઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજય રાઠોડ દ્વારા આગ જરતા તાપમા કલેજાનૅ ટાઢક આપતી ઠંડી મસાલા છાસનું વિતરણ

શહૅરની મેઇન બજારમાં રાહદારીઓ વાહન ચાલકૉ ના પેટની ટાઢક આપી પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી સહિતના આગેવાનો સેવામાં જોડાયા

 

જસદણ શહેરની મેઇન બજાર મોટા રામજી મંદિર પાસે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી શહેર ભાજપના પ્રમુખ અને દાતા ઉધોગપતિ વિજયભાઈ જયંતીભાઈ રાઠોડ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને આગ વરસતા તડકામાં રાહદારીઓ વાહન ચાલકો ને હૈયે ટાઢક વળે બળબળતી દેહ દજાડતી ગરમીમાં પેટને ટાઢક મળે તેવા હેતુથી ઠંડી ઠંડી મસાલા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીઍ ખાસ હાજર રહી અને પોતે જાતૅ છાશ વિતરણ કરી અને સેવા આપી હતી જસદણ શહેર ભાજપ પ્રમુખ અને જયંત ઇન્ડસ્ટ્રીઝના ચેરમૅન વિજયભાઈ રાઠોડ હમેશા દાન પુણ્ય સેવા સદ કાર્યમાં અગ્રેસર રહે છે આથી આ કાર્યમાં શહેરના જીવ દયાપ્રેમી દીપકભાઈ વાઘેલા, પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ, યુવા ભાજપ પ્રમુખ હરદીપભાઈ પટગીર, ભરતભાઈ પરમાર તથા સેવાના ભેખધારી અને શહેર ભાજપના મંત્રી અમરશીભાઈ રાઠોડ સહિત આગેવાનો હાજર રહી વાહન ચાલકો રાહદારીઓ ને ઠંડી છાશનુ વિતરણ કરી સેવા કાર્યમાં ભાગ લીધો હતો