સાણથલી ગ્રામ પંચાયત દ્વારા પ્રીમોન્સુન કામગીરી આગામી ચોમાસામા વરસાદી પાણી પૂર પ્રકોપ નૅ ધ્યાને લઈ ગટર હૉકળા સફાઈ ઝુંબેશ શરૂ
જસદણ તાલુકાના સાણથલી ગામે આગામી ચોમાસામાં વરસાદને કારણે હૉકળા ગટરમાં પાણીનો ભરાવો ન થાય પુર જેવી સ્થિતિ ન સર્જાય તૅનૅ ધ્યાને લઈ પ્રિ મોન્સુન કામગીરી હાથ કરવામાં આવી છૅ આઅંગૅ ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ વાણિયાએ જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદના પાણીનો ભરોવો ના થાય તથા ગંદા પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ થઈ જાય અને ગામની અંદર રોગચાળો ફાટી ના નીકળે તે બાબત ધ્યાને લઈને સાણથલી ગ્રામપંચાયત દ્વારા ગામની અંદર તથા સ્કૂલ, બેંક અને સરકારી દવાખાનાની આસપાસ સહિત છ થી સાત જેટલાં વોંકળાઓની અંદરથી કચરો કાઢીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.ગામના લોકોનું કહેવું છે કે આટલા વર્ષો વિતી ગયા પરંતુ આજ દિન સુધી ક્યારેય વોંકળાઓની સફાઈ થયેલ નહોતી પરંતુ આ સ્વછતાની કામગીરી જોઈને અમોને ખુબ જ આનંદ થયો છે, ગ્રામપંચાયત દ્વારા "એક કદમ સ્વછતા કી ઔર" ના સૂત્રને સાર્થક બનાવ્યું છે.
આ કામગીરીમાં સરપંચ મહેશભાઈ વાણિયાની સાથે ઉપસરપંચ અરવિંદભાઈ કચ્છી, ગોવિંદભાઈ રૂપારેલિયા, રમણીકભાઈ ગોંડલીયા જોડાયા હતા.જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ વેકરીયા, ધનજીભાઈ ભુવા, રમેશભાઈ વેકરીયા, વિક્રમભાઈ સરવૈયા, વિઠલભાઈ ધડુક સહિત ગામના આગેવાનોએ સ્વછતાની કામગીરીને બિરદાવી ગ્રામપંચાયતને અભિનંદન પાઠવ્યા હતા