જસદણના ગાયત્રી મંદિરૅ અધિક માસ નિમિત્તે પુરૂષોત્તમ કથાનું આયોજન વિશ્વ કલ્યાણ અર્થે એક માસ કથા ચાલશે
શહેરના આટકોટ રોડ ઉપર આવેલ શ્રી ગાયત્રી મંદિર ખાતે અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ કથા વિશેષ કથા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છેતારીખ 17, 5 થી તારીખ 15, 6 સુધી એક મહિના માટે પુરુષોત્તમ કથાનું આયોજન થયું છે કથા સમય બપોરે 3:30 થી સાંજે 6:30 કલાક સુધીનો છે શાસ્ત્રી ગિરીશ પ્રસાદ ભટ્ટ પોતાની સુમધુર શૈલીમાં પુરુષોત્તમ કથાનું રસપાન કરાવી રહ્યા છે શ્રી ગાયત્રી મંદિર જસદણ સભાખંડમાં અધિક જેઠ માસ પ્રસંગે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ તેમજ અધિકમાસ માતમ કથા નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર શાસ્ત્રી શ્રી ગિરીશભાઈ ભટ્ટ ની સુમધુર વાણીમાં ભગવત જ્ઞાન પિરસવામાં આવે છે જેનો લાભ જસદણ ની ધમૅપ્રેમી જનતા લઈ રહી છે.આ ભગવત કાર્ય નું આયોજન શ્રી ગાયત્રી મહામંડળ તેમજ મહિલા સંતસંઞ મંડળ દ્વારા કરવામાં આવેલ છે.જેનો લાભ વધુ માં વધુ ધર્મના પ્રેમી જનતાએ લેવા ગાયત્રી પરિવારે અનુરોધ કર્યો છે.