error: This Content is protected !!

જસદણનાં રજવાડી પશુ આહાર ના માલિક હિરેન સાકરીયાનૉ સેવા યજ્ઞ રૉજ 900 લિટર નેચરલ લીંબુ વરિયાળી શરબતનું નિઃશુલ્ક વિતરણ

જસદણ વિછીયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ રજવાડી પશુ આહારના માલિક હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ દ્વારા બળબળતી ગરમીમાં એક અનોખું સેવા કર્યા શરૂ કરવામાં આવ્યુ છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ માનવસેવાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ જસદણની ધરતી પર જોવા મળી રહ્યું છે શહૅરના રજવાડી પશુ આહારના દ્વારા પસાર થતા રાહદારીઑ વટે માર્ગુઑ વાહન ચાલકો માટે નિઃશુલ્ક નેચરલ શરબત વિતરણની સુંદર વ્યવસ્થા શરૂ કરાઈ છે.ઉદ્યોગપતિ સેવાભાવી દાતા હિરેનભાઈ સાકરિયા તથા તૅમની સમગ્ર ટીમ દ્વારા પોતાની ફેક્ટરી પાસે જ આ સેવા કેન્દ્ર શરૂ કરાયું છે. આકરા તડકા અને અસહ્ય ગરમી વચ્ચે હાઈવે પરથી પસાર થતા મુસાફરો, વાહનચાલકો શ્રમિક વર્ગ તેમજ સ્થાનિક લોકો માટે આ ઠંડુ, પ્રાકૃતિક શરબત આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે

સેવાની વિગત આપતા સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં દરરોજ અંદાજે 800 થી 900 લીટર જેટલા લીંબુ અને વરિયાળીના શરબતનું વિતરણ કરવામાં આવે છે. જેનાથી રોજ હજારો લોકો પોતાની તરસ છીપાવીને ટાઢક અનુભવે છે. આ પુણ્યકાર્યને સફળ બનાવવા સમગ્ર ટીમ સેવા આપી રહી છે. આ સેવાનો લાભ ભાવનાને હૃદયપૂર્વક બિરદાવી હતી સ્થાનિક અગ્રણીઓના મતે, વટેમાર્ગુઓ રાહદારીઓ વાહનચાલકોએ સંચાલકોની માટે શરૂ કરાયેલી આ પાણી અને શરબતની પરબ સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે