આટકોટની કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ૪વર્ષ પૂર્ણ હોસ્પિટલ પર લાખો દર્દીનો અતૂટ વિશ્વાસ
સૌરાષ્ટ્રના સૅકડો દર્દીઓ હજારો પરિવારોને નવજીવન મળ્યાનો રાજીપો વ્યકત કરતાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરા
જસદણના આટકોટ ખાતે રાજકોટ ભાવનગર હાઇવે રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સંચાલિત કે,ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સફળ સારવાર અને દર્દીઓને પીડા મુક્ત કરી ચાર વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરાએ વિસ્તારની જનતા, દાતાઓ અને સમગ્ર મેડિકલ ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે. હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા જણાવ્યું હતુંકે જ્યારે અમે હોસ્પિટલનું સપનું જોયું હતું, ત્યારે અમારા એકજ સંકલ્પ હતો કે જસદણ આટકોટ વિસ્તારના કોઈપણ નાગરિકને ગંભીર બીમારીની સારવાર માટે પોતા પોતાના ઘર-બાર છોડીને રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધીના ધક્કા ખાવા ન પડે,આજે ચાર વર્ષના અંતે હું સંતોષ સાથે કહી શકું છુંકે, સંતોના આશીર્વાદ, દાતાઓના ઉદાર હાથે મળેલા દાન અને અમારી તબીબી ટીમના સમર્પણને કારણે આ હોસ્પિટલ લાખો લોકોમાટે આશાનું કિરણ બની શકી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલ જનતાને સમર્પિત કરવામાં આવી હતી. આ ગૌરવશાળી અવસરે મહત્વાકાંથી આયુષ્યમાન ભારત યોજના (PMAY) આ હોસ્પિટલના માધ્યમથી ગરીબો માટે ખરા અર્થમાં વરદાન સાબિત થઈ છે. હોસ્પિટલમાં પીએમજે એવાય યોજના અંતર્ગત હજારો રો દર્દીઓને તદ્દન વિનામૂલ્યે (કેશલેસ) સારવાર આપવામાં આવી છે. મોંઘા ગણાતા ઓપરેશનો, આઈસીયુનો ખર્ચ અને દવાખો ગરીબ દર્દીઓને એકપણ રૂપિયો ખચ્યાં વગર મળી રહે તે વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. જે પરિવારૉ મોંધી હોસ્પિટના ખર્ચના ડરથી સારવાર કરાવતા અચકાતા હતા, તેવા પરિવારો આજે અહીંથી સાજા થઈને હસતા મુખે ઘેર પરત ફર્યા છે. કે. ડી. પરવાડિયા હોસ્પિટલ આજે કોઈ મેટ્રો સિટીની કોર્પોરેટ હોસ્પિટલને ટક્કર મારે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે છેલ્લા ૪વર્ષ દરમિયાન હોસ્પિટલે માત્ર આટકોટ જ નહીં, પરંતુ બોટાદ, અમરેલી, સુરેનદ્રનગર અને રાજકોટ જિલ્લાના ૫૦થી વધુ ગામડાઓની જનતાને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી છે. ડો. ભરતભાઈ બોધરાએ ખાસ ઉલેખ કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મળે છે. ક્રિટિકલ કેર અને આઈસીયુ (ICT):વેન્ટિલેટર અને મોનિટરથી સહ અદ્યતન આઈસીયુ વોર્ડ, જ્યાં ચોવીસેય કલાક ક્રિટિકલ કેર નિષ્ણાતો હાજર રહે છે. ડાયાલિસિસસેન્ટરકીડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે રાહતદરે અદ્યતન મશીનો દ્વારા ડાયાલિસિસની સુવિધા. ડાયગ્નોસ્ટિક્સ અને લેબોરેટરીની સેવામાં ૨૪ કલાક કાર્યરત સીટીસ્કેન, ડિજિટલ એક્સ-રે, કિલાક કાપરેત સોનોગ્રાઠી અને સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ પેથોલોજી લેબોરેટલી, જેથી પ્રમોટ નિદાન ઝડપથી થઈ શકે.. મફત નિદાન અને સારવાર કેમ્પ અંતરિયાળ ગામડાઓમાં જઈને સમયાંતરે સમાંતરે નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો લોકોને સ્થળ પર જ મફત દવાઓ બાપવામાં આવેછે અને જરૂરી માર્ગદર્શન ૪ વર્ષ પૂરું પાડવામાં ખાવે છે. ૪ વર્ષ માત્ર એક સંસ્થાની સફર નથી, પણ માનવતા અને સેવાનો પણ છે. આ તકે હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ, રાત-દિવસ જોયા વગર દડીનારાયણની સેવા કરતા તબીબો,ડો .નવનીત બોદર ,રાજ રામાણી .એસ પી હિરપરા નર્સિંગસ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓનો ડો.ભરત બોઘરા એ અભાર માન્યો છે.