જસદણના પંચમુખી હનુમાનજી મંદિરે અધિક પુરૂષોત્તમ માસ નિમિત્તે ગોપી મંડળ દ્વારા નંદ ભૈયા ઉત્સવ ઉજવાયો
ઍક હજાર પાર્થિવ શિવલિંગની પુજા અર્ચના ભજન કીર્તન મહા આરતી એકાદશી જાગરણ જેવા ધાર્મિક કાર્યથી મંદિર પરિસર કૃષ્ણમય બની ગયું
જસદણમાં અધીક પવિત્ર પરસોતમ માસ દરમિયાન ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે શહેરના આટકો રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગોપી મંડળ દ્વારા રોજિંદા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકોની મહિલાઓ અને ભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા ‘નંદ ભૈયા’ ઉત્સવે સમગ્ર મંદિર પરિસરને કૃષ્ણમય બનાવી દીધું હતું. જસદણના પંચમુખી હનુમાનજી મંદિરે ગોપી મંડળ દ્વારા પરસોતમ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોની વિશેષ શ્રેણી શરૂ કરવામાં આવી છે. મંદિર પરિસરમાં રોજ ભજન-કીર્તન, સત્સંગ, આરતી અને વિવિધ ધાર્મિક આયોજનો થકી ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.અગિયારસ નિમિત્તે રાત્રિ જાગરણનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ આખી રાત ભજન-કીર્તન સાથે જાગરણમાં ભાગ લીધો હતો. સાથે જ રાસ-ગરબાની રમઝટ પણ જામી હતી, જેમાં યુવતીઓ અને મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.
ગોપી મંડળ દ્વારા આગામી પવિત્ર શ્રાવણ માસમાં 1000 પાર્થિવ શિવલિંગ બનાવી પૂજા-અર્ચના કરવામાં આવશે, તેમજ ગણેશોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે. ગોપી મંડળના આ કાર્યોથી સમગ્ર જસદણ પંથક ભક્તિમય બન્યો છે