આટકોટમાં પુત્રીને ભગાડી ગયા ની શંકાએ લોહિયાળ બઘડાટી બોલી હતી તે સગીરાએ પોતાના જ ઘરે આપઘાત કરી લૅતા ચકચાર મચી
જસદણના આટકોટમા દીકરી ને ભગાડી જવાની આશંકાએ લોહિયાળ ખેલ ખેલાયો હતો બાદ સગીરાએ પોતાના ઘેર ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે જસદણની ૧૫ વર્ષની સગીરાના અપહરણની આશંકાએ એક જ કોમના બે જૂથો વચ્ચે સશસ્ત્ર સંગ્રામ ખેલાયો હતો જેમાં ૧૧ લોકો લોહીલુહાણ થયા હતા જો કે આ લોહિયાળ સંઘર્ષ પાછળનું અસલી કારણ જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી જે સગીરાના અપહરણની શંકા સેવાઈ રહી હતી તેણે જસદણમાં પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.૧૫ વર્ષની સગીરા મીનાબેન ગોવિંદભાઈ વાઘેલાના અપહરણની શંકા પર આ આખો વિવાદ સર્જાયો હતો, તેણે જસદણના વાજસૂર પરા શ્રી હરિ સોસાયટીમાં પોતાના ઘરૅ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું અને મોટી ગેરસમજના કારણે બંને પક્ષો વચ્ચે મોટો વિવાદ સર્જાયો અને સામસામે હથિયારો ઉડ્યા હતા. આટકોટ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે . દોડી ગયો હતો .હાલ પોલીસે મારામારી તેમજ સગીરાના આપઘાતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે આ બનાવમાં ત્રણ મહિલા સહિત અઢાર લોકોની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે