મોટા દડવાનૉ યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો રૂા.૨૧ લાખના ૬૨ લાખ ચૂકવ્યા છતાં વધુ નાણા પડાવવા ખૂનની ધમકી આટકૉટ પૉલીસમા ગુનો નોંધાયૉ
વ્યાજના વિષચક્રમાંથી બહાર નીકળવા યુવાને દાગીના સરધારની બેંકમાં ગિરવે મુકી નાણા ચૂકવ્યા જસદણના સૉમલપર અને દડવાના બે શખ્સો વિરુદ્ધ મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો દાખલ
મોટા દડવા ગામના યુવાનને રૂ. ૨૧ લાખ માસિક ૧૦ ટકા વ્યાજે આપી વ્યાજખોર બેલડીએ રૂ.૬૧ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. યુવકે ઘરેણાં બેંકમાં ગીરવે મુકવી વ્યાજખોરોને પૈસા ચૂકવ્યા હોવા છતા વધુ ૧૩ લાખની પઠાણી ઉઘરાણી કરી યુવાનને અવારનવાર ખૂનની ધમકી આપવામાં આવી હતી. જે મામલે આટકોટ પોલીસ મથકમાં બે શખસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે મોટા દડવા ગામે રહેતા ૩૦ વર્ષીય યુવાન મહેશભાઈ ખોડાભાઈ સુસરાએ વ્યાજખોર તરીકે વિશાલ ધમાભાઇ ચાવડા રહે. મોટા દડવા, ગોંડલ, રાજકોટ અને ગોપાલ ભોપાભાઇ રાતડીયા રહે. સોમલપર, જસદણ, રાજકોટ નું નામ આપતાં આટકોટ પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.યુવાને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં તે પિતાથી અલગ થતા મને મારા પિતા તરફથી વીસ વીઘા જમીન વાવવા માટે મળી હતી. જમીનમાં બીયારણ તથા અન્ય ખર્ચ માટે મે ઓકટોમ્બર ૨૦૨૪થી અમારા ગામના વિશાલ ધમાભાઈ ચાવડા પાસેથી રૂપિયા એક લાખ માસિક ૧૦% લેખે વ્યાજે લીધેલ હતા. બાદ વિશાલને વ્યાજ અને મુદ્દલના પૈસા ચૂકવવા મે
અમારા સબંધી ગોપાલ ભોપાભાઈ રાતડીયા પાસેથી રૂ. ૨ લાખ માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા. મારે રૂપિયાની ચુકવણી કરવા વધારે રૂપિયાની જરૂરીયાત ઉભી થતા ૨૦૨૪ થી આજદીન સુધીમાં વિશાલભાઈ ધમાભાઈ ચાવડા પાસેથી કટકે કટકે કુલ રૂ. ૧૬,૭૨, ૨૦૦ માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા જયારે ગોપાલ રાતડીયા પાસેથી આજદીન સુધીમાં કટકે કટકે કુલ રૂ.૪,૩૮,૫૦૦ માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. યુવાને વ્યાજે લીધેલ રૂપિયા પેટે કુલ રૂ.૨૩,૦૯,૭૦૦ એસ.બી.આઈ. બેન્ક મોટા દડવા ખાતે બેન્ક મારફતે તથા રોકડેથી રૂપિયા છ લાખ મળી કુલ રૂ.૨૯,૦૯,૭૦૦ વિશાલ ચાવડાને ચુકવી આપેલ છે. જયારે રૂ. ૧૩,૩૧,૦૦૦ બેન્ક મારફતે તથા રોકડેથી રૂપિયા સાડા ચાર લાખ મળી કુલ રૂ. ૧૭,૮૧,૦૦૦ ગોપાલ રાતડીયાને ચુકવી આપેલ છે. તેમ છતા વિશાલ ચાવડા હજુ રૂ. ૭.૫૦ લાખની ઉઘરાણી કરે છે જયારે ગોપાલ રાતડીયા રૂ.૫.૫૦ લાખની ઉઘરાણી કરે છે.યુવાને વધુમાં જણાવ્યું હતું કે, બંને શખ્સો અવાર-નવાર ફોન કરી ગાળો આપી પૈસાની ઉઘરાણી કરે છે. બંને ધમકી આપે છે કે, અમારા હજુ વ્યાજ પેનલ્ટી સહીતના જે રૂપિયા નિકળે છે તે નહી આપ તો, તને પુરો કરી નાખીશું. મે વ્યાજે લીધેલા નાણાં ચૂકવવા સોનાના દાગીના સરધાર આઈ.આઈ.એફ.એલ. બેન્કમાં મુકી રૂ.૨૪.૫૫ લાખની લોન મેળવી તથા ખેતીની આવકમાંથી બંને વ્યાજખોરોને રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતા બંને શખ્સો ગાળો આપી મારી નાખવાની ધમતી આપી બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરે છે પૈસા નહીં આપતો સારાવાટ નહીં રહે અંતે વ્યાજખોરોથી કંટાળી યુવાને ફરિયાદ નોંધાવી હતી