error: This Content is protected !!

કૌટુંબિક કજીયામાં મોટા દડવાના ૧૩ વર્ષીય ભાણૅજની નાના અને બે કંસ જૅવા મામાઍ હત્યા કરી બાબરા થી હત્યારાઓને ઝડપી આટકોટ પોલીસને સોંપ્યા

મામાના દીકરા સાથે પરણાવેલી બહેન રિસામણે બેઠી હોવાથી તેને તેડી જવાના મામલે બન્ને પક્ષે બોલાચાલી થતાં પથ્થર વડે હુમલો કરાતાં કિશોરનો ભોગ લેવાયો

 

 

ગોંડલનાં કેશવાળા અને મેસપરની સીમમાં આજે બપોરના અરસામાં માતા-પિતાની નજર સામે ૧૩ વર્ષના પુત્રની તેના નાના તથા બે મામા એક અજાણ્યાં ઍ પથ્થરનાં ઘા મારી હત્યા નીપજાવી હતી. બનાવ અંગે સુલતાનપુર પોલીસને જાણ થતા ગણતરીની કલાકોમાં આરોપીઓને બાબરાથી ઝડપી લઈ આટકોટ પોલીસ હવાલે કર્યા હતાં. કિશોરની બહેન રિસામણે હોવાથી આ મુદ્દે કૌટુંબિક તકરાર થતા વાત હત્યા સુધી પહોંચી હતી.પ્રાપ્ત વિગત મુજબ મોટા દડવા રહેતા ભનાભાઈ કરશનભાઈ સોલંકી બાઈક લઈને પત્ની હંસાબેન પુત્ર નરેન્દ્ર, નૅ લઇ નૅ નાની દીકરી માટે છોકરો જોવા કેશવાળા ગામે ગયા હતા. પરત ફરતી વેળા કેશવાળા અને મેસપર ગામ વચ્ચેની સીમમાં બાબરા રહેતા તેના સસરા અરજણ કાના તથા બે સાળા પુનાભાઈ તથા અરવિદભાઈનો ભેટો થઈ જતા બાઈક થોભાવી હતી. ભનાભાઈની મોટી દીકરીનાં લગ્ન તેના સાળા અરવિંદભાઈનાં દીકરા સાથે થયા બાદ કેટલાક સમયથી તેણી રિસામણે હોવાથી આ બાબતે બન્ને પરિવાર વચ્ચે

કજીયો ચાલતો હતો. ભનાભાઈએ સસરા અને બન્ને સાળાને રિસામણે બેઠેલી દીકરીને તેડવા કેમ આવતા નથી તેમ કહી આ અંગે વાત કરતા બન્ને પક્ષે બાલાચાલી થતાં વાત

વણસી હતી અને ઉગ્ર સ્વરૂપ લેતા ઉશ્કેરાયેલા અરજણભાઇ અને તેના પુત્રો પુના અને અરવિંદ તથા અજાણ્યા શખ્સે પથ્થર વડે હુમલો કરતા નરેન્દ્રને ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. બનાવ બાદ નાના અને બન્ને મામા સહિત ચારેય નાસી છુટયા હતા. બનાવ અંગેની જાણ સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પી.આઈ. ખાચરને થતા તેમણે ગણતરીની કલાકોમાં આરોપીઓને બાબરાથી ઝડપી લીધા હતા. બનાવ આટકોટ પોલીસની હદમાં બન્યો હોવાથી આરોપીઓને આટકોટ પોલીસને સોંપતા તપાસ હાથ ધરાઈ છે.