error: This Content is protected !!

જસદણ, જામકંડોરણા, ગોંડલ પડધરી, લોધિકામાં આજથી 14 જૂન સુધી એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક તાલુકામાં કુલ ૬૪ સ્થળોએ ૨૭ હજાર વૃક્ષોનુ વાવેત રજતન કરાશે 

 

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ જિલ્લામાં જન કલ્યાણલક્ષી કાર્યક્રમોની સાથે પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લામાં ૫ જૂનથી "એક પેડ માઁ કે નામ ૩.૦" અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત તા. ૮થી ૧૪ જૂન દરમિયાન દરેક તાલુકામાં સઘન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ-રાજકોટના નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી તરફથી મળતી માહિતી મુજબ, ૮મી જૂને ગોંડલ તાલુકામાં બિલિયાળા વન કવચ ખાતે, જસદણ તાલુકામાં ગઢડીયા સ્મશાન ખાતે, જામકંડોરણા તાલુકામાં આઈટીઆઈ ગ્રાઉન્ડ ખાતે, પડધરી તાલુકામાં ખજુરડી-૧ ગ્રામ પંચાયત ખાતે, લોધિકા તાલુકામાં હરીપર ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે.

નોંધનીય છે કે, વૃક્ષારોપણ અભિયાન દરમિયાન જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જનપ્રતિનિધિઓ તથા નાગરિકોના સહકારથી વિવિધ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. ૨૧મી જૂન સુધીમાં ૬૪ જેટલા સ્થાન પર આશરે ૨૭ હજાર વૃક્ષોનું વાવતર કરવામાં આવશે. આ સાથે નાગરિકો પણ ઘરે વૃક્ષો ઉછેરી શકે તે માટે છોડનું વિતરણ કરવામાં આવશે.