error: This Content is protected !!

વિંછીયા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના ગ્રંથાલયમાં ૫૦૦થી વધુ પુસ્તકો અર્પણ કરતા મંત્રી બાવળીયા

મોઢુકા પીપરડી કંધેવાળીયા ગ્રામ પંચાયતોને પુસ્તકો અપાયા જૅ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રોનૅ મદદરૂપ બનશે

 

રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ વિંછીયા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના ગ્રામ ગ્રંથાલયમાં ૫૦૦થી વધુ પુસ્તકો અર્પણ કરતા જણાવ્યું હતું કે, છેવાડાના ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ બને તે જરૂરી છે. વિદ્યાર્થીઓ કરંટ અફેર્સની સાથે સાહિત્યિક તથા ધાર્મિક પુસ્તકો થકી બૌદ્ધિક વિકાસ સાધી શકે તે માટે આ પુસ્તકો ઉપયોગી નીવડશે. આ પુસ્તકો યુવાનોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ તકે મંત્રી કુંવરજીભાઈ ના હસ્તે વિંછીયા તાલુકાના અમરાપુર, મોઢુકા, પીપરડી, કંધેવાળીયા ગ્રામ પંચાયતમાં ગ્રંથાલય દીઠ ૧૮૮ પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.

રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં અન્ય ગ્રામ ગ્રંથાલયોમાં પણ પુસ્તકો વિતરિત કરવામાં આવશે. વધુમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ રૂ. ૮૦ હજાર સુધીની કિંમતના પુસ્તકો આપવામાં આવશે, તેમ મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું.