error: This Content is protected !!

જસદણમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ (ગોકુલ આઠમ) ના ભવ્ય આયોજન અર્થે રામેશ્વર મહાદેવ મંદિરે મહત્વની બેઠક યોજાઈ

જન્મોત્સવ એટલે કે ગોકુલ આઠમ ના પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય મહોત્સવનું સુંદર આયોજન કરવાના ભાગરૂપે એક મહત્વની આયોજન બેઠક યોજાઈ હતી.

આ ભવ્ય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ઉત્સવની પૂર્વ તૈયારીઓ અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવાના હેતુથી જસદણના ગોખલાણા રોડ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરતભાઈ છાયાણી અને દિપકભાઇ વાઘેલાની આગેવાની હેઠળ વિશેષ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ નગરપતિ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા સહિતના મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો અને મંડળો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઉત્સવને વધુ સુંદર બનાવવા માટે ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી જનતા તરફથી જરૂરી સાથ-સહકારની ખાતરી સાથે અમૂલ્ય સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ આયોજન મીટીંગ પૂર્ણ થયા બાદ બેઠકમાં ઉપસ્થિત રહેલા તમામ ધર્મપ્રેમી ભાઈઓ માટે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌ ભક્તોએ સાથે મળીને લાભ લીધો હતો