error: This Content is protected !!

જસદણમાં પુત્રના બાઈક પરથી પટકાતા ઈજાગ્રસ્ત થયેલ પિતાએ રાજકોટ સિવિલમાં દમ તોડ્યો

મંદિરના પૂજારી મૃતક 74 વર્ષીય સુબ્રમણ્યમને લઈ પુત્ર અનપ્પા ઘર તરફ જતા ત્યારે બનાવ બન્યો હતો : પરિવારમાં શોક છવાયો

 

જસદણમાં પુત્રના બાઈક પરથી પટકાતા ઈજાગ્રસ્ત થયેલ પિતાએ રાજકોટ સિવિલમાં દમ તોડ્યો હતો. મંદિરના પૂજારી મૃતક 74 વર્ષીય સુબ્રમણ્યમને લઈ પુત્ર અનપ્પા ઘર તરફ જતા જતા ત્યારે બનાવ બન્યો હતો. જેથી પરિવારમાં શોક છવાયો હતો.મળતી માહિતી અનુસાર, સુબ્રમણ્યમ શ્રીનિવાસન હોસાડુ (ઉંમર વર્ષ 74, રહે.ઐયર સિટી, વિંછીયા રોડ, જસદણ) ગઈ તા.16ના રોજ પોતાના પુત્ર અનપ્પાના બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા.ત્યારે વિંછીયા રોડ પર પોતાના ઘર નજીક શાક માર્કેટ પાસે અચાનક તેઓ બાઈક પરથી પટકાયા હતા. તેઓને ઇજા થતા પ્રથમ જસદણની હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અહીં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. તેઓ મંદિરના પૂજારી તરીકે સેવા પૂજાનું કામ કરતા હતા. તેમને સંતાનમાં 2 પુત્ર છે. વૃદ્ધના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.