error: This Content is protected !!

વિંછીયામાં રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના ભવ્ય આયોજન હેઠળ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન શિક્ષકો, વાલીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય સમારોહ સંપન્ન થયો

 

વિંછીયામા રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના ભવ્ય આયોજન હેઠળ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ, શિક્ષકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જીવનમાં સતત મહેનત કરી વધુને વધુ સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો