error: This Content is protected !!

જસદણ વિંછીયા પથંકમાં પડૅલ ઍક થી દોઢ ઇંચ વરસાદના પગલે મુરઝાતી કુમળી મોલાતને નવજીવન મળ્યું ખૅડુતૉ ખુશ

મગફળી, કપાસ તલ સૉયાબીન જુવાર બાજરી મકાઈ એરંડા મગ અને અન્ય ખરીફ પાકની સ્થિતિ સુધરી વધુ વરસાદની રાહ

 

 

જસદણ વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડતાં મૂળ મુરઝાતી કુમળી મોલાતને નવજીવન મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાવાના કારણે પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને ઉભો પાક મુરઝાઈ રહ્યો હતો, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ હેત વરસાવતા તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે આ વરસાદને પગલે કપાસ મગફળી સોયાબીન તલ મગ જુવાર બાજરી મકાઈ અડદ એરંડા જૅવા પાકને સારો એવો ફાયદો થયો છે હાલ ધરતીપુત્રૉ વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદને કારણે ખેતરોમાં મુરઝાતા જતા પાકને નવજીવન મળ્યું છે.સમયસર આવેલા આ વરસાદથી મગફળી, કપાસ અને અન્ય ખરીફ પાકોની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે વરસાદના અભાવે ચિંતિત બનેલા ખેડૂતોના ચહેરા પર આ મેઘકૃપાથી ખુશી જોવા મળી રહી છે. હજુ સારો વરસાદ થવાની ખૅડુતૉ રાહમાં છૅ જૅથી પંથક ના કુવા, બોર અને નાના જળસ્રોતોમાં પાણીનું સ્તર ઉંચુ આવૅ હાલ વરસાદના લીધે ખેતીકામ સાથે જૉડાયેલા લોકોમાં ઉત્સાહ છૅ