આટકોટ, જસદણ સહિત આંતર રાજ્ય દારૂ સપ્લાય કરતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગ ઝડપાઈ
સૌરાષ્ટ્રમાં લાખો રૂપીયાનો દારૂ ઉતારનાર સૂત્રધાર ઓમપ્રકાશ ડારા, ગોપીરામ સહિતના પાંચ શખ્સોને રૂરલ એલસીબી અને રાજકોટ રેન્જની ટીમે દબોચી કાર્યવાહી કરી
આટકોટ, જસદણ સહિત આંતર રાજ્ય દારૂ સપ્લાય કરતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગને રૂરલ એલસીબી અને રાજકોટ રેન્જની ટીમે દબોચો કાર્યવાહી કરી હતી
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર માર્ગદર્શન હેઠળ આંતર રાજ્ય વિદેશી દારૂની સપ્લાય કરતી ગેંગના પકડવા પર બાકી રહેલ આરોપીઓને તાત્કાલીક અસરથી પકડી પાડી તેઓ સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી રેન્જ પીઆઈ અપૂર્વ પટેલ તથા એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ, પી.એન.ભરવાડ, પી.એન.મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને પી.સી.સરતેજાની અલગ અલગ ટીમો સાથે સત્તત પકડવા પર બાકી આરોપીઓની ટેકનિકલ ઇન્ટેલીજન્સ તથા હ્યુમન સોર્સીસથી વિદેશી દારૂની સપ્લાય અંગેની વોંચ તપાસમાં હતા.
જે દરમ્યાન આટકોટ પોલીસ મથકે નોંધાયેલ 9384 દારૂની બોટલ રૂ.61.49 લાખના 9384 દારૂની બોટલના ગુનામાં વિદેશી દારૂના જથ્થાના સપ્લાયર તરીકે ઓમપ્રકાશ હુકમારામ ડારા (બિશ્નોઇ) (રહે. જાખરડા ગામ, બાડમેર, રાજસ્થાન) ને પકડવા પર બાકી હોય અને જસદણ કોર્ટમાંથી તેનું કલમ-72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતુ.
તેમજ જસદણ પોલીસ મથકમાં નોંધાયેલ રૂ.6.10 લાખના દેશી-વિદેશી દારૂના ગુનામાં સપ્લાયર તરીકે ગોપીરામ ગંગારામ ધાયેલ (ઉ.વ.26, ધંધો-ખેતી, રહે.કબુલી ગામ, બાડમેર,રાજસ્થાન) પણ ફરાર હોય તેમનું પણ જસદણ કોર્ટમાંથી કલમ-72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતુ.
જે અંગે રૂરલ એલસીબીની ટીમને મળેલ માહિતી આધારે આટકોટ-સાણથલી રોડ, જુના પીપળીયા ગામ પાસે રોડ પરથી ત્રણ રાજસ્થાની શખ્સોને દારૂની 321 બોટલ રૂ. 4,71,880, ક્રેટા કાર સહિત કુલ રૂ. 14,86,880 ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ હતી.
જે અગાઉના આટકોટ પોલીસ મથકના આટકોટ પોલીસ મથકના દારૂના ગુન્હામા નાસતા ફરતા આરોપી ઓમપ્રકાશ હુકમારામ ડારા (રહે. જાખરડા ગામ,બાડમેર, રાજસ્થાન) ને હરીયાણાના ફતેહાબાદ જીલ્લાના જાખલ વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જ્યારે જસદણ પોલીસ મથકના ગુનામાં ફરાર ગોપીરામ ગંગારામ ધાયેલ (ઉ.વ.26, રહે-કબુલી ગામ, બાડમેર,રાજસ્થાન) ને જસદણ ખાતેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ઉપરાંત પોલીસે દારૂના જથ્થા સાથે ઓમપ્રકાશ બાબુલાલ ગોદારા (ઉ.વ.29, રહે.લીયાદરા, ભીલોદ, રાજસ્થાન), ભીખારામ પાંચારામ ગોદારા, (ઉ.વ.30, રહે.માણકી, બાડમેર, રાજસ્થાન) અને ગણપતલાલ પાંચારામ ગોદારા (ઉ.વ.27, રહે.માણકી, બાડમેર,રાજસ્થાન) અગાઉ પકડેલ હતાં.