error: This Content is protected !!

રાજકોટને હાઇકોર્ટની બેન્ચ મળે તે માટે જિલ્લા તાલુકાના બાર કાઉન્સિલ ના સભ્યો સંસ્થાઓ સમાજની મદદથી સમિતિ રચી લડત કરૉ

હાઇકોર્ટ ન હોવાથી સૌરાષ્ટ્ર કચ્છના છૅવાડા ના અરજદારોને વારંવાર મુદતથી 700 થી 800 કિલોમીટરના ધક્કા થાય છે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા 

 

જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ડેરીના પૂર્વ ચેરમેન તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ ભીમજીભાઇ બાંભણીયા એ જણાવ્યું છે કે જકોટને હાઇકોર્ટની બેન્ચ મળે તે માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકાના બાર કાઉન્સિલના સભ્યોએ કમિટીની રચના કરી આમ જનતા તથા સમાજની દરેક સંસ્થાઓને મદદ લઈને સરકારમાં રજૂઆત કરવાનો સંકલ્પ કરી કલેક્ટર તથા મામલતદાર ને આવેદન આપવામાં આવે છે તે આવકારદાયક છે. આ બાબતે સંસદ સભ્યો ,રાજ્યસભા તથા ધારાસભ્યોને અનેક વખત રજૂઆતો થયેલી છે, કોઈ પરિણામ આવેલ નથી. સિનિયર જુનિયર કે ભાજપ લીગલ સેલ વાદ વિવાદથી દૂર રહી સહયોગ આપે તે જરૂરી છે. ભીખાભાઈ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે

વડીલો, અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને આવવા જવાના 700 થી 800 કિ.મી. ના ધક્કા ખાવા પડે છે. વારંવાર મૂદતો પડવાથી મુશ્કેલી ભોગવી પડે છે. ભાજપ લિંગલ સેલના રાજકોટના સભ્યોની નારાજગી હોય તેવું જાણવા મળે છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગત ધારાસભ્યની ચૂંટણી વખતે આ બાબતે સી.આર.પાટીલે હૈયા ધારણા આપેલી પણ કોઈ પ્રગતિ થયેલ નથી.

ભાજપ સિવાયના કોઈ રજૂઆત કરે તો બીજા જશ લઈ જાય તેવી બીક ભાજપ લીગલ સેલને લાગતી હોય તો તેઓએ આગેવાની લઈને સક્રિય થઈ સરકારમાં રજૂઆત કરી કેટલા સમયમાં આ બાબતે નિર્ણય કરશે તે જણાવવું જોઈએ. ફક્ત વકીલોનો આ પ્રશ્નથી કોર્ટ સાથે સંકળાયેલા બધાને લાગુ પડે છે. જેથી વાદવિવાદથી દૂર રહી રાજકોટને હાઇકોર્ટની બેન્ચ વહેલી તકે મળે તે માટે સહિયારો પ્રયાસ પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસદ સભ્યો રાજ્યસભા કે ધારાસભાની સીટોમાં વધારો કરવા ને બદલે રાજકોટ અને સુરતને હાઇકોર્ટની બેન્ચ મળે તે માટે જરૂરી છે. તેમ અંતમાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયાએ જણાવ્યું છે