error: This Content is protected !!

ભાડલા પોલીસને અંધારામાં રાખી એસઓજી ત્રાટકી જસદણના વીરપરની વાડીમા જુગાર ધામ ઝડપાયુ ,3 મહિલા સહિત 11 ની અટકાયત

આઠ શખ્સોની ધરપકડ ત્રણ મહિલાઓને નોટિસ અપાય રૂ,20 લાખ 80 હજારનો મુદ્દામાલ કબજે ભાડલા પોલીસ સામે તોળાઈ રહૅલી ઇન્કવાયરી

 

 જસદણના વીરપરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત 11ની અટકાયત કરવામાં આવી છે ઍસઑજીની ટીમે ભાડલા પોલીસને અંધારામાં રાખી કાર્યવાહી કરી હતી

વીરપરની વાડીમાં એસએમસી ત્રાટક્યું હતું અને ઈન્સ્પેક્ટર આર.કે. કરમટાની ટીમ દલસુખ રત્નાભાઈ પરમારની વાડીમાં પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 5,13,600 તથા જુગાર રમાડવા માટેનું સાહિત્ય અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 20,80,100 નો મોટો મુદ્દામાલ

કબ્જે કર્યો હતો. આ રેઈડ દરમિયાન પોલીસે જુગાર રમતા અને રમાડતા 8

પુરુષ આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે . 3 મહિલા આરોપીઓને નોટિસ આપવામાં આવી હતી.

ઝડપાયેલા જામખંભાળિયાના શખ્સોમાં નથુભાઈ નારણભાઈ કાબરિયા અને ધનાભાઈ અજાભાઈ લાંભરિયા, વાડી માલિક દલસુખભાઈ રત્નાભાઈ પરમાર, કાલાવડના સંદીપભાઈ સામંતભાઈ નાંગેશ, પડધરીના દેશુરભાઈ મનુભાઈ

બસિયા, રાજકોટના મુનેશ ઉર્ફે મુન્નો જીણાભાઈ સાસકિયા, જુગાર રમાડનાર વિક્રમભાઈ મોતીભાઈ આલ તેમજ ધર્મેન્દ્રપરી અશ્વિનપરી ગોસ્વામીનો સમાવેશ થાય છે.

આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ગુના હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.