error: This Content is protected !!

સરધાર નજીકના લોઠડા ગામૅ વરસાદી પાણીના ખાડામાં છબછબિયાં કરતા ભુલકાઓ ડૂબી ગયા પાંચ વર્ષની મનિષા અને પાંચ વર્ષના હિતેષના મોત

બાળકી માતા-પિતાની એકની એક દિકરી હતી બાળક બે બહેનનો એક જ ભાઇ હતો આ બંને સાથે ત્રણેક બાળકો રમતાં હતાં તેણે ઘટનાની જાણ કરી 

 

 બંને ભૂલકાઓ સાથૅ અન્ય ત્રણ બાળકો પણ રમી રહ્યા હતા ઘટના સ્થળે જ દમ તોડયો મુળ એમપીના પરિવારજનોમાં ભારે રૉકકળ અરેરાટી સાથે કાળો કલ્પાંત 

 

 

સરધાર નજીક ના લોઠડા ગામે રહેતાં મુળ મધ્યપ્રદેશના ઓમકાર નિશાદની પુત્રી મનિષા ઉ.વ.૫ અને અને ચંદ્રરોશન ગૌતમનો પુત્ર હિતેષ ઉ.વ.૫ ગઇકાલે ઘર નજીક વરસાદના પાણીને કારણે ભરાયેલા ખાડા પાસે રમવા ગયા હતાં. આ બંને બાળકોની સાથે બીજા ત્રણેક બાળકો પણ રમી રહ્યા હતાં. પાણીમાં છબછબિયા કરતા હતા આ વખતે ખાડો ઉંડો હોઇ તેનાથી અજાણ માસુમ મનિષા અને હિતેષ ત્યા પહોંચી ગયા હતાં અને પાણીમાં છબછબીયા કરવા જતાં વારાફરતી અંદર પડી ગયા હતાં.

આ બંને બાળકો પાણી ભરેલા ખાડામાં ડુબી જતાં એક બાળકી આ દ્રશ્ય જોઈ જતાં દૌટ મુકી બંને બાળકોના પરિવારજનો પાસે પહોંચી હતી અને ઘટનાની જાણ કરી હતી. બાળકોના પરિવારજનો અને બીજા લોકો તુરત જ દોડી ગયા હતાં અને બંને બાળકોને બહાર કાઢ્યા હતાં. જો કે બંને બેભાન થઈ ગયા હોઈ ૧૦૮ને બોલાવાઈ હતી. તેના તબિબે બંને બાળક-બાળકીને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. અજયભાઈ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં. મૃત્યુ પામનાર મનિષા માતા-પિતાની એકની એક દિકરી હતી. તેણીના પિતા ઓમકાર નિશાદ કારખાનામાં કામ કરે છે. આ પરિવાર મુળ યુપીનો વતની છે. જ્યારે આ બાળકીની સાથે મૃત્યુ પામનાર હિતેષ બે બહેનનો એકનો એક નાનો ભાઈ હતો. તેના પિતા ચંદ્રરોશન ગૌતમ પણ યુપીના વતની છે અને તે પણ ભઠ્ઠી ખાતામાં કામ કરે છે ઘટનાથી બંને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી