જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાતે આવેલા આગેવાનોનું દિનેશ બાંભણિયા દ્વારા સન્માન
જસદણ શહેરના આટકોટ રોડ પાણીના ટાંકા પાસે આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પધારેલા સમાજના અગ્રણી આગેવાનોનું ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયા એ સન્માન કર્યું હતું પાટીદાર શૈક્ષણિક ભવન - જસદણ ખાતે તારીખ 02/08/2026 ને રવિવાર ના રોજ સમાજના અગ્રણીઓ કાનજીભાઈ ભાલાળા, પ્રવીણભાઈ સગપરીયા, ડો.રોનકભાઇ આસોદરીયા સહિતના આગેવાનોએ પાટીદાર શૈક્ષણિક ભવનની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તકે પાટીદાર શૈક્ષણિક ભવન પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા દ્વારા ઉપરોક્ત આગેવાનોનું સન્માન કર્યા કરવામાં આવ્યું હતું. આ તકે પાટીદાર અગ્રણી લાલજીભાઈ કોટડીયા ડોબરીયાભાઈ રમેશભાઈ જૅસાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા