error: This Content is protected !!

વિંછીયાના દડલી ગામે નિંદ્રાધિન આધૅડ ખૅડુત જયંતીભાઈ સૉલંકી ની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા

અજાણ્યા શખ્સોએ ખાટલામાં જ લોથ ઢાળી દીધી લૉહીથી લથપથ હાલતમાં લાશ મળી પૉલીસૅ નાકાબંધી કરી આરૉપી ઑનૅ પડવા ધમધમાટ 

 

 વિંછીયા તાલુકામાં આવેલા દડલી ગામેથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક આધેડ વયના પુરુષની અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. પોતાના જ ઘરે ખાટલા પરથી તેમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને ભયનો માહોલ સર્જાયો છે.

મરણજનાર વ્યક્તિની ઓળખ દડલી ગામના રહીશ જયંતી લીંબા સોલંકી તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, રાત્રિના સમયે જ્યારે જયંતીભાઈ પોતાના ઘરે ખાટલા પર આરામ કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના શરીર પર ઘાતક વાર કર્યા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

હત્યાની ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ASP, વિંછીયા પોલીસ તેમજ LCB, SOG અને ક્રાઈમ બ્રાન્ચની ૧ થી વધુ ટીમો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક દડલી ગામે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડડ્યો છે, અને કાયદેસરની ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા અંગત અદાવત, જૂની દુશ્મનાવટ, કે પછી નાણાકીય લેવડદેવડના કારણે કરવામાં આવી છે, તે દિશામાં પોલીસે અલગ-અલગ શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી છે. અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચારેય તરફ નાકાબંધી કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.