સરધારમાં ઘરૅ પટકાયેલા યુવકનું ગોળાના ઓપરેશન બાદ બેભાન હાલતમાં મોત બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
સરધાર ગામૅ પોતાના ઘરે પટકાયેલા યુવકનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ગોળાના ઓપરેશન બાદ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી સરધાર રહેતા સંજય બાવાભાઇ મકવાણા ઉ.વ.૩૯ ગત તા.૨૬ના રોજ પોતાના ઘરે પડી જતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયા ગોળાનુ ઓપરેશન કરાવ્યા બાદ ફરી તબિયત લથડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. યુવકના મોતથી બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.