જસદણના ચર્ચાસ્પદ મુસ્લિમ પિતા પુત્રીના આપઘાત પ્રકરણમાં સેશન્સ કોર્ટે પ્રેમીકાને જામીન ઉપર મુકત કરી અગાઉ પ્રેમી પણ જામીન મુક્ત થયો હતો
જસદણના રહીશ હસીનાબેન આરિફભાઈ પરિયાણીએ ફરીયાદ નોંધાવેલી હતી કે મારા પુત્ર ફયાજના લગ્ન ૭ વર્ષ પહેલા જુનાગઢની રહીશ ફીરદોશ મુંઢવા સાથે થયેલ હતા લગ્ન જીવનથી એક દિકરો અને એક દિકરી થયેલ હતા. મારા દિકરા ફયાજની પત્ની ફીરદોશને જસદણના રહીશ હસેન ઉર્ફે લાલા યાસીનભાઈ ખીમાણી સાથે પ્રેમ સંબંધ થયેલ હતો તેઓ બંને ફોનમાં એકબીજા સાથે વાતચીત કરતા હતા તેની જાણ મારા પુત્રને થતા તે લગ્ન જીવન તુટવાના બીકે તેની પત્નીને કંઈ પણ કહી શકતો નહી. ત્યારબાદ ફીરદોશ કહ્યા વગર ઘરેથી જતી રહેલ હતી તપાસ કરતા જાણવા મળેલ કે તે તેના પ્રેમી હુસેન ઉર્ફે લાલા સાથે રેહવા જતી રહેલ હતી ત્યારબાદ ફીરદોશ અને હુસેન અવાર નવાર મારા દિકરાને ફોન કરી ધમકાવતા હતા કે તારી દીકરી નુરફાતીમાં મારી અને ફીરદોશની દીકરી છે તેને તુ અમને સોંપી દે નહી સોંપે તો તને જીવતો નહી રેહવા દઈએ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને દિકરી આપી દેવા ખુબ જ દબાણ કરતા હતા જેના કારણે મારો દિકરો ફયાજ ખુબ ડરી ગયેલ હતો જેના કારણે તે ખુબ ગુમસુમ રહેતા હતો તે માનસીક સ્થિતી ખુબ જ ખરાબ થઈ ગયેલ હતી અને દિકરી પણ ખુબ જ રડતી હતી અને ડરી ગયેલ હતી જેના કારણે તા.૨૩/૬/૨૬ ના રોજ મારો દીકરો ફયાજ અને દિકરી નુરફાતીમાં એ સવારે ધાબા ઉપર આવેલ પાણીના ટાંકામાં પડીને જીવન ટુકાવી દિધેલ હતુ જે બાબતની ગંભીર ફરીયાદ થતા જસદણ પોલીસે ફિરદોશબેન અને તેના પ્રેમી હુસેન ઉર્ફે લાલા ની અટકાયત કરેલ હતી જસદણ કોર્ટમાં રજુ કરતા તેઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા
ત્યારબાદ આરોપીના વકીલ દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલી હતી તે જામીન અરજીમાં ઉચ્ચ અદાલતોના જજમેન્ટો તથા દલીલો અને રજુઆતો આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ હતી તે દલીલો અને રજુઆતો ધ્યાને લઈ રાજકોટ કોર્ટે આરોપી પત્ની ફિરદોસબેન ફયાઝભાઈ પરીયાણીને જામીન ઉપર મુકત કરેલ છે. જેમાં આરોપીના વિકલ તરીકે રાજુભાઈ ધ્રુવ, ભરતભાઈ અંબાણી, જયભાઈ અંબાણી, ભાવેશભાઈ ડાભી, મનસુખભાઈ ડાભી રોકાયેલ હતા.