error: This Content is protected !!

જસદણ આટકોટ ધૉરી માર્ગ પર ભારવાહક ટ્રકૅ કાબુ ગુમાવતા ડિવાઈડર કુદી મૉટરસાઇકલ ને ફંગોળ્યું બાઇક ચાલકનૅ ગંભીર ઇજા અકસ્માત સર્જી ટ્રક ચાલક છુ

જસદણ આટકોટ ધૉરી માર્ગ પર રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. આટકોટ સાઈડથી જણસ ભરીને જસદણ તરફ આવી

રહેલા માલવાહક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલો ટ્રક રોડની વચ્ચે આવેલું ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં ઘુસી ગયો હતો અને સામેથી આવી રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો હતો.

અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી તેમજ હાઈવે પરથી પસાર થતા લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બાઈક સવારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.